
માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે સદામ ભટ્ટી પકડાયો
માળીયા મિંયાણા પોલીસના પી.આઈ કે.કે.દરબારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન આર્મ એ.એસ.આઇ. પંકજભાઇ ખોડીદાસભાઇ નાંગલા તથા અનાર્મ એ.એસ.આઈ ઈમ્તીયાજભાઈ તાજભાઈ જામને માળીયા મીંયાણા વિસ્તારના ગુલાબડી જવાના રોડ પરથી સદામભાઇ કાસમભાઈ ભટ્ટી જાતે.મિયાણા ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.જુના હંજીયાસર તા.માળીયા(મિ) જી.મોરબી શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોઇ જેથી આરોપીની ઝડતી કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક મળી આવેલ જે હથીયાર નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦/-ના સાથે મળી આવતા મજકુર વિરૂધ્ધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશને હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટ્રર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
આ કામગીરીમા માળીયા મિંયાણા પોલીસ સ્ટાફ પી.આઈ. કે.કે.દરબાર તથા તથા આર્મ એ.એસ.આઇ. પંકજભાઇ નાગલા તથા અનાર્મ એ.એસ.આઈ ઈમ્તીયાજભાઈ તાજભાઈ જામ તથા જયપાલસિંહ ધરમેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી