કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં મોરબી કોંગ્રેસ દ્રારા રસ્તા પર ધારણા પ્રદર્શન કરતા કોંગ્રેસી નેતાઓની અટક કરતી પોલીસ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં મોરબી કોંગ્રેસ દ્રારા રસ્તા પર ધારણા પ્રદર્શન કરતા કોંગ્રેસી નેતાઓની અટક કરતી પોલીસ

મોરબી માળીયા મિંયાણા સહિતના કાર્યકરો દ્રારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદ સભ્ય પદ રદ થવા અંગે કેન્દ્ર તથા રાજ્ય કક્ષાએ કોંગ્રેસે સંકલ્પ સત્ય ગ્રહ આંદોલનનું એલાન કર્યું હતું જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય ના વિવિધ શહેર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે મોરબી જિલ્લા કોંગ્રેસ ના જનસંપક કાર્યાલયથી કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો એ રેલી સ્વરૂપે ધારણા પ્રદર્શન શરૂ કરતાં ની સાથે જ પોલીસે ધારણા પ્રદર્શન અંતર્ગત કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસી નેતાઓને અટકાવી અટક કરી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જયંતિ જયરાજભાઇ પટેલ તેમજ મહેશભાઈ રાજ્યગુરુ. દીપકભાઈ પરમાર સક્રિય કોંગ્રેસ કાર્યકર એન્ડ એડવોકેટ સહિત માળીયા મીયાણા કોંગ્રેસી આગેવાન ઈકબાલ ઉમરભાઈ જેડા. રમેશભાઈ રબારી. મુકેશભાઈ ગામી સહિત રાજુભાઈ કવર વિગેરે વિરોધ પ્રદર્શન સાથે લોકશાહીમાં તાનાશાહી નો ભોગવંચા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમથનમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો તે સમય દરમિયાન મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા મુખ્ય રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ પાસે ધારણા પ્રદર્શન અંતર્ગત કોંગ્રેસી મહિલાઓ પણ બેનરો સાથે દેખાવ પ્રદર્શન કર્યો હતો એ સમય દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ ના થાય અને કાયદો વ્યવસ્થા જળવાય તેવા હેતુસર જિલ્લા પોલીસ વડા ની સુચના માર્ગદર્શનથી એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ જાડેજા તેમજ પીએસઆઇ રાણા સહિત સમગ્ર પોલીસ ટીમ સહિત મહિલા પોલીસે પણ ફરજ ના ભાગે કોંગ્રેસના દેખાવ પ્રદર્શનમાં અટકાયત કરી જે કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here