મોરબીના ઉમિયા માનવ મંદિરના હેલીફેનના દાતાનું સન્માન કરાયું

મોરબીના ઉમિયા માનવ મંદિરના હેલીફેનના દાતાનું સન્માન કરાયું

મોરબીની ભૂમિ એટલે દાતાઓ અને દાતારોની ભૂમિ, મોરબીના લોકો પોતાના રળેલા રૂપિયામાંથી, પરસેવાની કમાણીમાંથી પર સેવા માટે કંઈકને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપતા હોય છે ત્યારે મોરબીના લજાઈના ભીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં દિકરા વગરના ની:સહાય વૃદ્ધો માટે ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થયું છે,હાલ દરિદ્ર નારાયણો માટેના મંદિરમાં ફર્નિચર બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવ નિર્મિત માનવ મંદિર માટે કેરાળા (હરીપર) ના વતની હાલ મોરબીના રહેવાસી શ્રી શૈલેષભાઈ કે. વિરપરિયા તરફથી મસ મોટો કિંમતી હેલીફેન 24 ફૂટ ડાયામીટર વાળો નંગ-૧ ભેટ મળેલ છે તે બદલ એમનું ઉમિયા માનવ મંદિરના ઉપ પ્રમુખ ગોપાલભાઈ ચારોલા,ઠાકરશીભાઈ ક્લોલા સહિતના કાર્યકર્તાઓએ દાતાને ઉમિયા માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરીને આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here