માળીયા મિંયાણાના મેઘપર ગામના એએસઆઈનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાના બનાવમાં અધિકારીઓ ઉપર પરિવારજનો સનસનીખેજ આક્ષેપ સાથે આજે આહિરસમાજ દ્રારા કલેકટરને આવેદનપત્ર અપાશે

માળીયા મિંયાણાના મેઘપર ગામના એએસઆઈનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાના બનાવમાં અધિકારીઓ ઉપર પરિવારજનો સનસનીખેજ આક્ષેપ સાથે આજે આહિરસમાજ દ્રારા કલેકટરને આવેદનપત્ર અપાશે

મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના ગામના મૂળ મેઘપરના રહેવાસી અને હાલમાં જુનાગઢ પીટીસી સેન્ટર ખાતે ફરજ બજાવતા એસઆરપીના એએસઆઈ ની શંકાસ્પદ હાલતમાં ડેડબોડી મળી આવી હતી જેથી કરીને પરિવારજનો દ્વારા તેની માર મારીને હત્યા કરવામાં આવી હોય અથવા તો તેને મરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરતી જૂનાગઢના એસપીને છ દિવસ પહેલા અરજી આપવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી આ બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ લેવામાં આવી નથી જેથી કરીને પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે અને આજે મોરબીમાં આહીર સમાજના લોકો એકત્રીત થઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવશે

મૂળ મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના મેઘપર ગામના રહેવાસી સ્વ: બ્રિજેશભાઈ લાવડીયા વર્ષોથી ગોંડલ એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા હતા જો કે છેલ્લા એકાદ વર્ષથી તે જુનાગઢ ખાતે આવેલ પીટીસી સેન્ટર ખાતે ફરજ પર મુકાયા હતા. દરમ્યાન ગત તારીખ ૨૦ માર્ચના રોજ તેઓ બપોરે પોતાના ઘરેથી કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ એકાદ વાગ્યાના અરસામાં બ્રિજેશભાઈ લાવડીયાનો તેમના ઘરે ફોન આવ્યો હતો અને ત્યારે તેમણે પોતાની પત્ની સાથે વાત કરી હતી અને તેમાં થોડી વાત કર્યા બાદ તેમના દીકરા રિતેશભાઇ સાથે વાત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના અધિકારી ડીવાયએસપી કાપડિયા અને પીએસઆઇ ખાચર તેમજ બીજા બહેનો અને અન્ય લોકોએ તેના ઉપર ખોટા આક્ષેપો કરેલા છે અને તેનો કોઈ વાંક ગુનો નથી તેમ છતાં પણ તેને ખોટી રીતે ફસાવી દેવા અને બદનામ કરવાની ધમકીઓ દેવામાં આવી રહી છે તેમજ પીટીસી કેમ્પસમાં પગ મુકીશ તો તને હાલવા જેવો રહેવા દેશો નહીં તું કેમ્પ મૂકીને જતો રહે તેવું કહે છે જેથી કરીને તમને બધાને છેલ્લા રામ રામ તેવું કહીને બ્રિજેશભાઈ લાવડીયા એ પોતાનો ફોન મુક્યો હતો

ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને બીજા દિવસે જુનાગઢ જિલ્લાના શાપુર ગામ પાસે વાડીમાંથી ગળા ટુંપો ખાધેલી હાલતમાં બ્રિજેશભાઈ લાવડીયાની ડેડબોડી મળી આવી હતી જોકે તેના શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. આટલું જ નહીં પરંતુ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું તેમાં પણ તેના શરીર ઉપર માર મારવામાં આવ્યો છે તે અંગેની નોંધ હોવા છતાં તેની ગંભીરતાને પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવી નથી જેથી કરીને હાલમાં મૃતકના દીકરા રિતેશકુમાર બ્રિજેશભાઈ લાવડીયા દ્વારા ગત તારીખ ૨૧ માર્ચના રોજ જૂનાગઢના એસપીને આ બાબતે હત્યાનો ગુનો નોંધવા લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી આ બાબતે કોઈ ફરિયાદ ન લેવામાં આવતા પરિવારજનોમાં રોષની લાગણી છે અને પોલીસ તરફથી કોઈ યોગ્ય સંતોષકારક જવાબ કે સહકાર મળતો નથી

જેથી કરીને આજે મોરબીમાં બાયપાસ રોડ ઉપર આવેલ હરી કોમ્પ્લેક્સ ખાતે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઓફિસે મોરબી આહીર સમાજના લોકો એકત્રિત થવાના છે અને આ બનાવમાં લાવડીયા પરિવારને ન્યાય મળે તેમજ બ્રિજેશભાઈ લાવડીયાને માર મારીને મારનાર અથવા તો તેને મરવા મજબૂર કરનાર જે કોઈ અધિકારી કે કર્મચારી હોય તેમની સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અને લાગણી મોરબી આહીર સમાજ દ્વારા પરિવારજનોને સાથે રાખીને વ્યક્ત કરવામાં આવશે અને જો ત્યાર પછી પણ કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો વંથલી ખાતે જઈને ત્યાંના જિલ્લા કલેકટરને આહિર સમાજના લોકો પરિવારજનોને સાથે રાખીને આવેદનપત્ર આપશે અને તો પણ ન્યાય નહીં થાય તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારી હાલમાં મૃતક બ્રિજેશભાઈ લાવડીયાના પરિવારજનો અને આહિરા સમાજના આગેવાનો દ્વારા દર્શાવવામાં આવી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here