મોરબી બાર એસોશિએસની ચુટણીમા પ્રમુખપદે દિલીપ અગેચણીયા બિનહરીફ જોઈન્ટ સેક્રેટરીપદે જીતેન્દ્ર સોલંકીનો ભવ્ય વિજય

મોરબી બાર એસોશિએસની ચુટણીમા પ્રમુખપદે દિલીપ અગેચણીયા બિનહરીફ જોઈન્ટ સેક્રેટરીપદે જીતેન્દ્ર સોલંકીનો ભવ્ય વિજય

મોરબી બાર એસોશિએસનની ચુટણીમા પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના બિનહરીફ જોઈન્ટ સેક્રેટરી જે.ડી સોલંકીનો ભવ્ય વિજય થતા વાજતે ગાજતે ભવ્ય વિજય સરધસ નીકળ્યુ

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ સહિતના 11 હોદ્દેદારોની મુદત પૂરી થતી હોવાના કારણે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યાર બાદ પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને એક કારોબારી સભ્ય બિનહરીફ થઈ ગયેલ હતા જો કે, જોઇન્ટ સેક્રેટરી અને ચાર કારોબારી સભ્ય માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતુ જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવતા એકટીવ પેનલનો ભવ્ય વિજય થયો હતો

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા રી-પ્રેઝન્ટેટિવ અને પાંચ કારોબારી સભ્યો આમ કુલ મળીને અગિયાર હોદ્દેદારો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે દિલીપભાઈ અગેચાણીયા ઉપપ્રમુખપદે દીપકભાઈ પારેઘી તથા ટ્રેઝરર પદે નિધિબેન ત્રિભુવનભાઈ વાઘડિયાના એક-એક ફોર્મ આવેલ હોવાથી તે ત્રણેય હોદ્દા બિનહરીફ થઈ ગયેલ છે જ્યારે મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી અને જે પાંચ કારોબારી સભ્યમાથી એક મહિલા અનામત હોય હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી પણ અનામત બેઠક ઉપર બિનહરીફ થયા હતા

ત્યારબાદ જોઇન્ટ સેક્રેટરી અને ચાર કારોબારી સભ્યના પદ માટે ચૂંટણીનું મતદાન યોજાયુ હતુ જેમા જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી તેમજ કારોબારી સભ્ય માટે દેવીપ્રસાદ કૈલાશભાઈ જોશી, પ્રદીપભાઈ ધનજીભાઈ કંઝારીયા, ઘનશ્યામભાઈ બી. આદ્રોજા, યોગેશભાઈ આર. પારેજીયા વિજેતા બનેલા છે. તેવી જાહેરા ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા રાજેશભાઈ બદ્રકીયા, અશોકભાઈ પરીખ, ખુશ્બુબેન કંઝારીયા અને સોનલબેન પરમાર દ્વારા કરવામાં આવેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here