
મોરબીમા મિંયાણા યુવાનની ક્રૃર હત્યામા પિતા પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ બેની શોધખોળ
જમીનના ધંધાર્થીનુ અપહરણ કરી નિર્મમ હત્યા કરી લાશને જમીનમા દાટીને સિમેન્ટથી આર.સી.સી કરી હત્યાનો ગુન્હો છુપાવવાના પ્રયાસ કર્યા હતા
મોરબીમાં જમીન મકાન લે વેચ કરતા દલાલની હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી સળગાવી દઈને સિમેન્ટ ધાબુ કરી દેવામાં આવ્યું હતું પોલીસે મૃતદેહ ખાડામાંથી બહાર કાઢી સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં પાંચ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે
મોરબીના વિસીપરામાં રહેતા રીયાઝ તાજમહમદ ભટ્ટીએ આરોપીઓ બાલુભાઈ થોભણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડીયા, ભાવેશ થોભણભાઈ અઘારા, જયદીપ કાનાભાઈ સેરશીયાઅને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પિતા તાજમહમદ કરીમ ભટ્ટી (ઉ.વ.૪૭) વાળાને દસ્તાવેજ કરવાના બહાને સેવાસદન બોલાવી કારમાં અપહરણ કરી ભડિયાદ ગામે લઇ જઈને માર માર્યો હતો તેમજ હત્યા કરી પીપળી રોડ પર કારખાનામાં ખાડો કરી મૃતદેહ સળગાવી દાટી દઈને સિમેન્ટ ધાબુ કરી નાખ્યું હતું

























