
દક્ષિણ ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ડી. ડી. ભારતી (સૂરીલો સવાંદ) જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરાયું
તાજેતરમાં ડી. ડી. ભારતી (સૂરીલો સવાંદ) દ્વારા ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની મુલાકાત લેવામાં આવી નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભાટીયા કાર્યાલય ખાતે (B.Ed. In Music) & ગુજરાત સરકારના રજીસ્ટર આર્ટિસ્ટ સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા (M.A & B.Ed. In Music) સંસ્થાના અધિકારીશ્રી પરસોતમભાઈ કછેટીયાના વરદ હસ્તે જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવાને સન્માનપત્ર અને પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી ભગવાન શ્રી દ્વારકાધીશનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વિશેષ સન્માન સહ સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કેમેરામેન જયદીપભાઈ દેવમુરારી અને જયદીપભાઈ બારડને સન્માનપત્ર સહ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું