માળીયામિંયાણાના ખીરસરા ગામે જેઠા પરીવાર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિ સાથે રકતદાન કેમ્પ યોજાયો

માળીયામિંયાણાના ખીરસરા ગામે જેઠા પરીવાર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિ સાથે રકતદાન કેમ્પ યોજાયો

ગોપાલ ઠાકોર માળીયા મિંયાણા દ્રારા

ખીરસરા ગામે યોજાયેલ ભાગવત સપ્તાહમાં રક્તદાન સર્વરોગ નિદાન કેમ્પ વિનામૂલ્યે ૧૨૦૦ ચકલીઘર ગૌમાતાને લીલુઘાસ વૃક્ષારોપણ સહીતની સેવાકીય પ્રવૃતિ કરી ભાગવત સપ્તાહને યાદગાર બનાવી બહોળી સંખ્યામાં લોકો કથાનુ રસપાન કરીને સેવાકીય પ્રવૃતિમાં જોડાયા

માળીયામિંયાણાના ખીરસરા ગામે જેઠા પરીવાર દ્વારા સર્વે જીલરીયા પરીવારના પિતૃઓના મોક્ષર્થે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા કથાના રસપાન સાથે વિવિધ ધાર્મિક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણીની સાથે જેઠા પરીવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને યાદગાર બનાવવા જુદી જુદી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવેલ હતી સાતેય દિવસ અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ રકતદાન કેમ્પ વિનામૂલ્યે ૧૨૦૦ જેટલા ચકલીઘરોનુ વિતરણ તેમજ ગૌમતાને દરરોજ લીલો ઘાસચારો કુતરાઓને દરરોજ લાડવા સહીત આસપાસના પાંચેક ગામના લોકોને ૫૦૦થી વધુ કલમી રોપાઓનુ વિતરણ કાર્યક્રમ યોજાશે તદ્દઉપરાંત ૧ હજાર ખેડુતો પોતપોતાના ખેતરમાં પક્ષીઓ માટે જુવાર બાજરીનુ વાવેતર કરશે ૧ હજારથી વધુ લોકો ઘરઆંગણે વૃક્ષ વાવીને જતન કરવાનો સંકલ્પ કરીને ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને યાદગાર બનાવી કથાના રસપાન સાથે સેવાકીય પ્રવૃતિ કરાઈ હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here