
જૂનાગઢ જિલ્લાના એસ.પી તરીકે માનનીય ડો.કરણરાજ વાઘેલા સાહેબ એ ચાર્જ સાંભળ્યો શુ હવે આહિરસમાજને ન્યાય મળશે?
જુનાગઢ જીલ્લા પોલીસવડિ ડો કરણરાજ વાધેલા પાસેથી સમગ્ર ગુજરાતના આહીર સમાજ અને સર્વે સમાજ એવી આશા રાખે છે કે આપ એસ.આર.પી. જવાન સ્વ: બ્રિજેશભાઈ લાવડીયાના ક્થિત આપઘાત અને સામુહિક માર મારી આપઘાત કરવાં મજબુર કરેલ હોવાના પ્રકરણમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવી અને આ પીડિત પરિવારને ન્યાય અપાવશોએવી સમગ્ર ગુજરાત આહીર સમાજની આપને વિનંતી છે
આહીર સમાજ તથા સર્વેસમાજને એક વિશ્વાસ છે કે ડો.કરણરાજ વાઘેલાએ આજ સુધી કોઈ પક્ષ,સતા કે સમાજ ના દબાણ હેઠળ કોઈ કામ કરેલ નથી અને સંપૂર્ણ સત્ય સાથે સામાન્ય માણસ ને ન્યાય મળે એ રીતે એસ.પી તરીકેની ફરજ બજાવી છે ત્યારે અમે આપ અધિકારીશ્રી પાસે એવી અપેક્ષા રાખીયે છીએ કે આ કેસમાં આપ યોગ્ય ઘટતું કરશો અને જરૂરી આઈ.પી.સી કલમ મુજબ અમારી ફરિયાદ લેશો અને ગુન્હેગારો ને કડક સજા અપાવશો એવી આશા આહિરસમાજને છે હવે જોવાનુ રહયુ કે શુ એસ.આર.પી.જવાનના પરીવારને ન્યાય મળશે..?
નોંધ :
આહીર સમાજ એ આજ સુધી કોઈ પણ રેલી માં કે અન્ય કોઈ પણ જગ્યા એ આહીર સમાજ ભેગો થયેલ હોઈ ત્યાં કોઈ પણ સરકારી સંપત્તિ કે જાન માલ ને નુકસાન કરેલ નથી અને ભવિષ્ય માં પણ આ બાબતે આહીર સમાજ ચિંતિત છે
સરકારી સંપત્તિ ને નુકસાન કે અભદ્ર ભાષા નો પ્રયોગ એ આહીરસમાજના ના લોહી માં નથી
લી…ગુજરાત આહીર સમાજ
અને સર્વે સમાજ