મોરગ્બી વીસીપરા પાસે ભીખ માંગનાર ઇસમને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી વણશોધાયેલ ખુનની કોશિષનો આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

મોરગ્બી વીસીપરા પાસે ભીખ માંગનાર ઇસમને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી વણશોધાયેલ ખુનની કોશિષનો આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

મળતી વિગત અનુસાર ગઇ તારીખ ૦૧/૦૪/૨૦૨૩ નારોજ સાંજના આશરે સાડાસાતેક વાગ્યાના અરશામાં મોરબી વીસીપરા પાસે આ કામના ફરીયાદી શ્રી, રમેશકુમાર ખૂર્રમ યોગી રહે. શાંતિનગર, થાણુ ચટીયા જિ.હરદોઇ ઉત્તરપ્રદેશ વાળા એક અજાણી મહીલા પાસે ખાવુનું માંગતા હોય જે બેન ખાવાનુ આપવાની ના પાડતા તેણીની સાથે ખાવાનું માગવા બાબતે રાજક કરતા તેણીની સાથેનો અજાણ્યો આરોપી એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદીશ્રીને પેટના ભાગે છરીનો એક ધા મારી આતરડા બહાર કાઢી આરોપી નાશી ભાગી ગયેલ જે ઇજા પમનારને પ્રથમ મોરબી તથા વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ થયેલ જે અંગેની ફરીયાદીશ્રીએ ફરીયાદ જાહેર કરતા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે તા. ૦૨/૦૪/૨૦૨૩ નારોજ. એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૮૯૦૦૩૨૩૦૫૫૦૪ ૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૭ વિગેરે મુજબનો ગુનો રજી. થયેલ જે ગુન્હાની તપાસ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ચાલુ છે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ શ્રી અશોકકુમાર પોલીસ નિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ પોલીસ ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલ એલ.સી.બી. મોરબીનાઓએ તાત્કાલીક ગુનો શોધી કાઢવા તથા સંડોવાયેલ આરોપી પકડી પાડવા સારૂ સુચના કરતા એલ.સી.બી. મોરબીના પો.સ.ઇ.શ્રી કે.જે ચૌહાણ તથા શ્રી એન.એચ ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો, ટેકનીકલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત કામગીરી કરવા કાર્યરત કરેલ હતી.

ઉપરોકત વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને હસ્તગત કરવા એલ.સી.બી.ની ટીમે ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે હકિકત મેળવવા સંઘન, તપાસ કરી કરાવતા હતાં તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, ગુનાને અંજામ આપનાર રાજુભાઇ સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી રહે.ાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડામાં વાળો છે જે હાલે જામનગર સાત રસ્તા વિસ્તાર બાજુ જતો રહેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે તાત્કાલીક એક ટીમ જામનગર ખાતે મોકલી તપાસ કરતા જામનગર સાત રસ્તા ખાતેથી આરોપી રાજુભાઇ સન ઓફ સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી ઉ.વ. ૩૦ રહે. મુળ ગુંદાળા તા. શિહોર જિ. ભાવનગર હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડામાં તા.જી. મોરબી વાળો મળી આવતા મજકુરની યુકિત પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકૂરે ઉપરોકત ગુનાની કબૂલાત આપતા મજકુરને આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ મથકેન સોપવામાં આવેલ છે.

આમ,મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમને વણશોધાયેલ ખુનની કોશિષનો ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં સફળતા મળેલ છે કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીશ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે.ચૌહાણ,શ્રીએન.એચ.ચુડાસમાશ્રી એ ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમા જોડાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here