
મોરબીમાં રાત્રી દરમ્યાન હિરેન ભટ્ટ નામના યુવાનની છરીના ધા ઝીંકી હત્યા કરી હત્યારાઓ ફરાર પોલીસ કાફલો ધટના સ્થળે આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટ
મોરબીમાં રાત્રી દરમ્યાન જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખારા કૂવાની શેરી સામે આવેલ ખોડીયાર પાન નજીક હિરેન ભટ્ટ ઉવ ૩૩ રહેવાસી રામ પાન સામે , દરબાર ગઢ મોરબી નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ઘટનાની જાણ થતાં જ પી.આઈ એચ. એ જાડેજા, ડી સ્ટાફ પીએસઆઈ કે.એચ. ભોચિયા ,એલ.સી.બી. પીઆઈ દિપક એમ.ઢોલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા કોને કરી ? શા માટે કરી ? તે અંગે તપાસ હાથ ધરી મૃતકનુ પોસ્ટમોટમ કરાવી આરોપીઓ વિરુધ્ધ હત્યાનો ગુન્હો નોધવાની કાર્યવાહી ધરી હતી