
મોરબી જીલ્લા પોલીસ દ્રારા સ્ટુડન્ટ પોલીસ કેકેટ (SFC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે આજરોજ કરવામા આવેલ પ્રવૃતીઓની રૂપરેખા જુઓ
સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ થી તા.૩૦/૦૪/૨૦૨૩ ના સમર કેમ્પ અનવ્યે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર વિધાર્થી ભુવન ટ્રસ્ટ,જોધપર નદી, તા.જી.મોરબી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે “પાર્થના થી કરી જેનાથી વિધાર્થીઓમાં તાજગીનો સંચાર થયો હતો.ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામાં આવેલ બાદ ધ્યાન સંગીતના તાલે જુદા જુદા પ્રકારના યોગ સત્ર બાદ પરેડન આયોજન કરવામા આવ્યુ જેમા શિસ્ત,અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ SPC યોજના શુ છે અને તેને સંલગ્ન માહીતી માટે સત્રનુ આયોજન કરવામાં આવ્યુ જેમા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક શ્રી પી.એસ.ગોસ્વામી સાહેબ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી શ્રી ડિ.એમ.ઢોલ સાહેબ. રીઝર્વ પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એમ.ચૌહાણ સાહેબ તથા જીલ્લા શિક્ષણ અધિકારી,મોરબી પી.વી.અંબારીયા સાહેબ તથા CPOS તથા Dri|| |nstructcars વેગેરે ઉપસ્થીત રહ્યા હતા.આ સત્રમાં અધિકારીશ્રીઓએ SPC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલું અમુલ્ય છે તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમીક વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યા હતા.વિધાર્થીઓએ SPC ના સમર કેમ્પ વિશે પોતાના અનુભવો અને પ્રતિભાવો આપી ખુશી વ્યકત કરી હતી.સત્ર પુર્ણ કરી તમામે બપોરનું ભોજન લીધુ હતું.બપોર બાદ તમામ SPC કેડેટને કેમ્પ અર્થે ઘરેથી રવાના થયા ત્યારથી હાલ હાજર સમય સુધી શુ જોયુ,શું કર્યું, શું શીખ્યા તે અંગેની ચર્ચા કરવામા આવી.ત્યારબાદ રીસેસ સમયે તમામ ને હળવો નાસ્તો કરવવામા આવ્યો હતો ત્યારબાદ સાંજના સમયે તમામ SPC કેડેટને ૪૪ ના વર્ગમાં ઉર્મીગીત ગવડાવવા અંગેનો તાસ લેવામા આવેલ જેમા રાષ્ટ્રભક્તિના ગીતો, લોકગીતો, ભજનો અને પ્રભાતીયા વેગેરે જેવા કેડેટ ને કઠસ્ત હોય તેવા ગીતો રજુ કરવામાં આવેલ ત્યારબાદ પી.ટી ગણવેશમા એક રમત ગમત નો તાસ લેવામાં આવેલ જેમા કેડટ દ્વારા ઉભી ખો,બેઠી ખો,મારદડી,સંગીત ખુરશી,જેવી સ્થાનીક રમતો રમવામાં આવી હતી