મોરબી જીલ્લાના ટંકારામાં હઝરત પીર કાસમિયા બાપુ નો ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવાશે

મોરબી જીલ્લાના ટંકારામાં હઝરત પીર કાસમિયા બાપુ નો ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવાશે

મસુર કવાલ અનીશ એન્ડ ગ્રુપ દ્વારા કવાલીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એ.કે. ગ્રુપ ટંકારા દ્વારા તડા માર તૈયારીઓ તૈયારીઓ શરૂ”

મોરબી જીલ્લાના ટંકારા ખાતે મશહુર ઓલીયા હઝરત પીર કાસમ મિયા બાપુ ના ઉર્ષ મુબારક તારીખ ૧૦-૦૬-૨૦૨૩ ને શનિવારના રોજ દર વર્ષની જેમ રાબેતા મુજબ કોમી એકતાના પ્રતીક ટંકારા ખાતે આવેલા કલ્યાણપર રોડ પર ઉજવવામાં આવશે જેમાં રાબેતા મુજબ કાર્યક્રમઓ યોજાશે ચાદર શરીફ બપોરે ત્રણ કલાકે ઇસ્માઈલભાઈના ઘરેથી દરગાહ શરીફ એ પહોંચશે ત્યારબાદ ન્યાજ શરીફ સાંજે ૭:૦૦ કલાકે અને રાત્રે ઈશાની નમાજ બાદ ૯:૦૦ વાગે હિન્દુસ્તાનના મશહુર કવ્વાલ અનીશ નવાબ એન્ડ ગ્રુપ દ્વારા કવ્વાલી નો શાનદાર કાર્યક્રમ રજુ કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરગાહ શરીફ ના કમિટી તેમજ એકે ગ્રુપ ટંકારા દ્વારા તડા માર તૈયારીઓ શરૂ કરી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here