
માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્યકેન્દ્રો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી
માળીયા મી : આજ રોજ તારીખ ૩૧ મે ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને તાલુકા હેલ્થ માળીયા ના સયુંકત ઉપક્રમે તાલુકા હેલ્થ ઓફિસ માળીયા
પ્રા.આ. કેન્દ્ર સરવડ,વવાણીયા અને ખાખરેચી ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોક જાગૃતિ માટે વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી.જેવી કે રંગોળી,રેલી,જૂથ ચર્ચા,શપથ વિધિ,ગુરુ,લઘુ શિબિર જેવી પ્રવુતિઓ કરી ને લોકો માં વ્યસન મુક્તિ માટે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવેલ.
શિબિર માં તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક લોકો ને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્રો ના મેડિકલ ઓફિસર ,તેમજ સૂપર વાઈઝર,અને અન્ય સ્ટાફ દ્વારા જહેમત ઉતહવવામાં આવી હતી..