
જુનાગઢમા બ્રહ્મસમાજની બે સગી બહેનોએ M.B.B.S ની ફાઈનલ પરિક્ષામા સારા ગુણ મેળવતા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા આંગણવાડીના ભુલકાઓને ભોજન કરાવી ખુશી વ્યકત કરી
જુનાગઢમા બ્રહમ સમાજની બે સગી બહેનોએ એમ.બી.બી.એસ.ની પરીક્ષામા સારા ગુણ સાથે સારા રેંક મેળવી બ્રહમ સમાજનુ નામ રોશન કર્યુ હતુ આ બને બહેનો એ સમાજનુ નામ રોશન કરી બ્રહમ સમાજનુ ગૌરવ વધારતા જુનાગઢમા જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મસમાજની દિકરીઓ ડોક્ટર બનવાની ખુશી નિમિત્તે સરકારી બાલમંદિર આંગણવાડીના નાના ભુલકાઓને પુરી શાક ખીરનુ ભોજન કરાવીને બ્રહ્મસમાજની દિકરીઓ જે હાલે જુનાગઢમાં રહેતી માહીબેન જયેશભાઈ ખીલોસિયા તથા મીલીબેન જયેશભાઈ ખીલોસીયા M.B.B.S. ફાઈનલમાં સારા ગુણથી રેન્ક મેળવી હવે પછી વધુમાં વધુ ગરીબ દર્દીઓની સેવા અને સારવાર કરે તેવી શુભેચ્છાઓ સાથે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સભ્યો નીરજભાઈ ભુવા, બંટીભાઈ ભુવા,જતીનભાઈ ટીલાળા, દિવ્યેશભાઈ હિરાણી,વિનેશભાઈ જોષી, વર્ષાબેન મોઢવાણિયા, દિવ્યાબેન મકવાણા, ધર્મિષ્ઠાબેન જોષી, કાજલબેન સાકરીયા, ચેતનાબેન શિંગળા વગેરે સભ્યોએ અભિનંદન સાથે આશિર્વાદ પાઠવ્યા હતા