
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે સ્મશાનમા તાંત્રિક વિધિ કરતા પાંચ ભુવાઓનો ભાંડાફોડ કરી માફી મંગાવી કાયમી ધતિંગ લીલા બંધ કરાવતુ વિજ્ઞાન જાથા ૧૨૨૧મો સફળ પર્દાફાશ
તાંત્રિકવિધી કરનાર પાંચેય ભુવાઓએ માફી માંગી હવે પછી આવુ કામ કયારેય નહી કરીએ તેવી કબુલાત કરી લૈખિતમા સહિઓ કરી
સ્મશાનમાં તાંત્રિક વિધિ કરનાર પાંચ ભુવાઓનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા ટંકારીયા પરિવાર ભુવા સ્થાપવાની વિધિ કરતાં માફી મંગાવતું વિજ્ઞાન જાથા, માતાજીનો મઢ, સ્મશાનની મુલાકાત જાથાની ટીમ, પોલીસ તંત્રે લીધી. ટંકારીયા પરિવાર સામે નારાજગી ગ્રામજનોએ કરી, મિટીંગમાં જાથાને બોલાવશે. પર્દાફાશમાં કાલાવડ પોલીસ સ્ટેશન, જામનગર એસ.ઓ.જી. જોડાયું, પાંચેય ભુવાઓની ધતિંગલીલા કાયમી બંધ કરાવતું વિજ્ઞાન જાથા. જામનગર એસ.પી. રાજકોટ રેન્જ આઈ.જી.પી. નો આભાર માનતું જાથા. વિશાન જાથાનો ૧૨૨૧ મો સફળ પર્દાફાશ,
દેશ-દુનિયાના લોકો ૨૧ મી સદીમાં વિજ્ઞાન ટેકનોલોજી, નેનો, કોમ્પ્યુટરની હરણફાળ પ્રગતિ સાથે જોડાઈને કામ કરે છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના ટંકારીયા પરિવારે માતાજીના મઢમાં નવા ભુવા સ્થાપવાની વિધિમાં ગામના સ્મશાનના ખાટલે વિચિત્ર વિધિ-વિધાન કરતાં પાંચ ભુવાઓનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કાલાવડ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૨૧ મો સફળ પર્દાફાશ કર્યો હતો. પાંચેય ભુવાઓએ ત્રિંગલીલા કાયમી બંધની જાહેરાત કરી કબુલાતનામું આપી માફી માંગતા સમગ્ર મામલો થાળે પડયો હતો.
બનાવની વિગત પ્રમાણે ટંકારીયા પરિવારનું આણંદપર ગામમાં ૨૦૦ વર્ષ જૂનું માતાજીનું મઢ આવેલું છે. તેમાં અમુક પરિવારે ધાર્મિક કાર્ય સાથે નવા ભુવા સ્થાપવાની જાહેરાત કરી જ્ઞાતિમાંથી ફંડ-ફાળા કર્યાં હતા. પરિવારના જાગૃતોએ નારાજગી વ્યકત કરી પરંતુ તેને અવગણીને કાર્યક્રમ જાહેર કર્યો. પડયંત્રના ભાગરૂપે ટંકારીયા પત્રકારે જાથાના કાર્યાલયે શુભેચ્છા મુલાકાતનો તખ્તો ગોઠવી દઈ ફોટો પાડવામાં આવેલ. યોગાનુયોગ જયંત પંડયા અમદાવાદ હોય વિજ્ઞાન જાથાના બોર્ડ નીચે સમુહમાં ફોટો પાડી નવા ભુવા સ્થાપવામાં કોઈ વિરોધ ન કરે તેવી માયાજાળ ગોઠવી દીધી. નારાજ સમુહ શાંતિ પકડી લેતા તા. ૧૮ મી જુને મઢમાં હોમ-હવન સાથે ધૂણવાની રમઝટ પાંચેય ભવાઓએ કરી નવા ભુવા સ્થાપનાની જાહેરાત સાથે તાંત્રિક વિધિ માટે ગામના સ્મશાનમાં જાનપખાલ, સામૈયું કરી ગ્રામજનોને અચંબામાં નાખી દીધા. સ્મશાનના ખાટલે પહોંચતા ડાક વગાડવાવાળાએ વાતાવરણ શોર-બકોર, ભુવાઓના અવાજો સાથે ભવા સ્થાપવાની વિધિ શરૂ કરી દીધી. શરૂઆતમાં નવા બે ભુવા સ્મશાનના ખાટલે સુઈ ગયા ઉપર સફેદ કપડું ઢાંકી દીધું. ભયાનક દ્રશ્ય ખડું કરી દીધું. બીજા ત્રણ ભુવાઓએ ધૂણતા–ધૂણતા અવાજો શરૂ કરી દીધા. સ્મશાનની બાજુમાં રહેતા અમુક પરિવારોએ ઘરના બારી-દરવાજા બંધ કરી બાળકોને સુવડાવી દીધા. સ્મશાનના ખાટલે ચારેય દિશામાં સફેદ કપડું ઓઢી તાંત્રિક ભયાનક વિધિ કરી હાજર લોકો પણ બે ક્ષણ ગભરાઈ ગયા. હૃદય બેસી જાય તેવો અવાજ કરવામાં આવ્યો. ગામ લોકોને ટંકારીયા પરિવાર શું કરે છે તેની ખબર ન હતી. નવા ભુવાને પ્રોત્સાહન આપનારાઓએ વિડિયો બનાવી જ્ઞાતિ સમાજમાં મુકયો તેની સાથે ગામના લોકોને પણ મોકલ્યો. ગામના જાગૃતોએ જાથાના કાર્યલયે સવિગત માહિતી મોકલી. ભવિષ્યમાં ભુવાઓ ઉપર દાખલો બેસે તેવી રજૂઆત કરી. તાંત્રિક વિધિથી નારાજગી વ્યકત કરી. ગામના નબળા મનના લોકો ઉપર અવળી અસર હતાશા બેસે તે પહેલા કાર્યવાહી કરવા જાથાને વિસ્તૃત માહિતી મોકલી. ઉપરાંત ટંકારીયા પરિવારના નારાજ વર્ષે નવા ભવાની કુપ્રથા સામે વાંધો રજૂ કરી રજૂઆત કરી. માતાજીના
મઢમાં પડેલી વસ્તુઓ છત ઉપર ટીંગાળવામાં આવી છે તેના ફોટા મુકયા, મઢમાં દીવા-આરતી કરતાં ભુપતભાઈએ સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો પરંતુ મોટા સમુહ સામે ચાલ્યું નહિ. તેવી હકિકત જાથા સમક્ષ જાગૃતોએ મુકી દીધી. તાંત્રિક વિધિનું દુષણ બંધ કરવા સંબંધી રજૂઆત મુકી દીધી. નવા ભવાના સમર્થકો કોઈનું માન્યા નહીં અને અવાસ્તવિક કાર્યક્રમ કરી નાખ્યો.
‘જાથા’ ના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ સમગ્ર હકિકતની ખરાઈ કરવા આણંદપર માતાઢના મઢે કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલ, રવિ પરબતાણીને મોકલવામાં આવ્યા. ભુપતભાઈએ નારાજગી સાથે સત્ય હકિકત મુકી દીધી અને દિપકભાઈ ટંકારીયા મઢની જગ્યા માટે મહેનત કરે છે તે સંબંધી વાત કરી, નવા ભુવા સામે વિરોધનો મત રજૂ કર્યો. સ્મશાનની વિધિ-વિધાન, મઢની વસ્તુનો ફેરફાર માહિતી આપી દીધી હતી. ગ્રામજનો અને પરિવારના જાગૃતોની હકિકત સાચી હોવાનું જાથાના તારણમાં આવ્યું.
જાથાના જયંત પંડયાએ પાંચેય ભુવાના પર્દાફાશ માટે તખ્તો ગોઠવવા સૌ પ્રથમ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. મેડમ એચ. વી. પટેલ સાથે મિટીંગ ગોઠવી લીધી. અલગ-અલગ શહેરમાં ભુવાઓ રહે છે તેને બોલાવવા માટે જાથા પાસે જરૂરી અરજી કરવા સંબંધી વાત કરી. નિકાવા આઉટ પો.સ્ટે. ના ઈન્ચાર્જ ગિરીરાજસિંહ જેઠવા સાથે અલગ મુલાકાત જાથાએ કરી લીધી. પાંચેય ભવાઓને ખો ભલાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું. ભુવાઓને હાજર કેમ કરવા મુસીબત લાગતી હતી.
જાથાના ચેરમેન પંડયાએ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ, ડી.જી.પી., ગૃહ સચિવ, પોલીસ મહાનિરીક્ષક, જામનગર એસ.પી. સહિત જામનગર, ધ્રોળ, કાલાવડના અધિકારીઓને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્ત, રક્ષણ, કાયદો-વ્યવસ્થા માટે રજૂઆત કરવામાં આવી તેમાં સફળતાની સાથે ગાંધીનગરથી ડી.જી.પી., આઇ.જી.પી. રેન્જ રાજકોટ, એસ.પી. જામનગરે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ સ્ટાફ, જામનગર એસ.ઓ.જી. ટીમ સાથે પી.એસ.આઈ. પરમારને ફાળવી દીધા. ઉપરાંત પી.એસ.આઈ. મેડમ એચ. વી. પટેલને ઉપરી અધિકારીએ તકેદારી રાખવા સુચના મોકલી દીધી.
રાજકોટથી જાથાના રાજય ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, સાહિલ રાજદેવ, ફિરોજભાઈ, ભાનુબેન ગોહિલ, નિકાવાના કાર્યકર ભોજાભાઈ ટોયટા, વડાળાના જીજ્ઞેશ અમીપરા, જામનગરના સદસ્યો નિકાવા આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં પહોંચી ગયા ત્યારે ઈન્ચાર્જ ગિરીરાજસિંહ જેઠવા, પો.કોન્સ્ટે. ગોપાલભાઈ ચાવડા, પો.કોન્સ્ટે. સાગરભાઈ મકવાણા, પો.કોન્સ્ટે. કમલેશભાઈ ઠોરીયા, પો.કોન્સ્ટે. કુલદિપસિંહ જાડેજા, પો.કોન્સ્ટે. માલદેવસિંહ ઝાલા, પો.કો. પ્રકાશભાઈ બોરીચા, પી.એસ.આઈ. મેડમ પટેલ, એસ.ઓ.જી. ના પી.એસ.આઈ. પરમાર ભુવાઓને પકડવા સાથે હાજર થવા સંબંધી તૈયારીનો ઓપ આપી દીધો. પોલીસ તંત્ર અને જાથા ઉપર અસંખ્ય ભલામણનો ધોધ શરૂ કરી થઈ ગયો. રાજકોટના ટંકારીયા પત્રકારની વરવી ભૂમિકા બહાર આવી હતી. પાંચેય ભુવાઓ સામે સખ્તાઈથી કામ ન લેવું, ધરપકડ કે ફરિયાદ ન કરવા સંબંધી ભલામણનો ધોધ હતો.
કાલાવડ પોલીસે કડક વલણ અપનાવતા નવા ભુવા નિકુંજ રમણીકભાઈ ટંકારીયા, નવ ભુવા ઓમ અશ્વિનભાઈ ટંકારીયા, રાજકોટ કોઠારીયા સોલવન્ટ પાસેના ભુવા રામભાઈ ચનાભાઈ હાથગરડા, જેતપુરના આરબટીંબડીના વાઘાભાઈ છગનભાઈ સોલંકી ભુવા, માળીયા હાટીનાના ભુવા અરજણભાઈ જીણાભાઈ વાજા પાંચેય ભુવા નિકાવા આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં હાજર થયા.
સૌ પ્રથમ પી.એસ.આઈ. મડમ એચ. વી. પટેલે પાંચેય ભુવાની ખબર લીધી. કાયદાની ભાષામાં ગંભીરતા સમજાવી. અંધશ્રદ્ધા ફેલાવા માટે સખ્ત વાંધો રજૂ કર્યો. વિશેષ નિવેદન ગિરીરાજસિંહ જેઠવાએ લઈ લીધું. તાંત્રિક વિધિ, દહેશત, ભય, ડર, અશાંતિ ઉભી કરવી તે કાયદામાં ગુન્હો બને છે તેની સમજ આપીજાથાના જયંત પંડયાએ પાંચેય ભુવાને કંઈપણ શક્તિ, પરચો હોય તે બતાવવા પડકાર ફેંકયો પરંતુ ભુવાઓએ પ્રથમથી જ શરણાગતિ સ્વીકારી લીધી હતી. ગ્રામજનો અને નબળા મનના લોકોને હોસ્પિટલમાં તાંત્રિક વિધિમાં દાખલ થવું પડે તેની ગંભીર માહિતી-જવાબદારીની વાત કરી દીધી. ભુવાપણું જીંદગીમાં કયારેય કરીશું નહિ તેવી વાત વારંવાર કરવા લાગ્યા. જાથાના ઘુંટણીયે પડી ગયા હતા અનેપાંચેય ભુવાઓએ કબુલાતનામા આજથી ભુવાપણું કે સ્મશાનમાં વિધિ-વિધાન માટે ભારતભરમાં કોઈપણ જગ્યાએ બોલાવશે તો જશું નહિ તેની ખાત્રી આપીએ છીએ, અંધશ્રદ્ધા, ભય, ડર ફેલાવીશું નહિ. તમામ પ્રકારની ભવાવિધિ બંધની જાહેરાત કરું છું. લોકોની માફી માંગું છું. પાંચેય ભુવા અરજણ જીણા વાજા, ભુવા વાઘાભાઈ છગનભાઈ સોલંકી, ભુવા નિકુંજ રમણીકભાઈ ટંકારીયા, ભુવા ઓમ અશ્વિનભાઈ ટંકારીયા, ભુવા રામભાઈ ચનાભાઈ ભરવાડે કબુલાતનામામાં સહી તથા કાયમી બંધનું બોર્ડ હાથમાં લઈ હાથ જોડીને માફી માંગી લીધી મામલો થાળે પડયો, પાંચેય ભુવા માનસિક ભાંગી ગયા હતા તે નજરે પડતું હતું, ટંકારીયા પરિવારની તાંત્રિક વિધિમાં ભાગ લેનાર માટે નીચાજોણું થયું હતું. આણંદપર ગામમાં પોલીસ કાફલો, જાથાની ટીમ આવતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. જાથાએ ફરિયાદનો આગ્રહ જતો કર્યો હતો. તેઓને મુકત કર્યા હતા.
જાથાએ આઈ.જી.પી. રેન્જ રાજકોટ, એસ.પી. જામનગર, આઈ.બી., એસ.ઓ.જી., જિલ્લા પોલીસ કંટ્રોલનો વિશેષ આભાર વ્યકત કર્યો હતો. કાલાવડ તાલુકા પોલીસ સ્ટેશનની ઉત્તમ કામગીરી જોવા મળી હતી. નિકાવા આઉટ પોસ્ટમાં આખો દિવસ ચહલપહલ જોવા મળી હતી.
જાથાએ પાંચેય ભવાનો ૧૨૨૧ મો સફળ પર્દાફાશમાં કાર્યકરો નિકાવાના ભોજાભાઈ ટોયટા, જીજ્ઞેશ અમીપરા, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, સાહિલ રાજદેવ, ભાનુબેન ગોહિલ શ્રેષ્ઠ કામગીરી ઉપરાંત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મેડમ એચ. વી. પટેલ, પી.એસ.આઈ. પરમાર, એસ.ઓ.જી. નિકાવા ઈન્ચાર્જ ગિરીરાજસિંહ જેઠવા, પો.કોન્સ્ટે. ગોપાલભાઈ ચાવડા, પો.કોન્સ્ટે. સાગરભાઈ મકવાણા, પો.કોન્સ્ટે. કમલેશભાઈ ઠોરીયા, પો.કો. કુલદિપસિંહ જાડેજા, પો.કોન્સ્ટે માલદેવસિંહ ઝાલા, પો.કોન્સ્ટે, પ્રકાશભાઈ બોરીચાએ બે પોલીસ જીપમાં સતત દેખરેખ સાથે સુંદર કામગીરી કરી હતી. જાથાએ બધાને અભિનંદન પાઠવ્યા હતા.
ફોટો તસ્વીર : કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં તાંત્રિક વિધિ કરનાર પાંચેય ખુવા માફી માંગતા, કબુલાતનામામાં સહી કરતા નજરે પડે છે. પોલીસ સ્ટાફ સાથે જાથાના જયંત પંડયા, કાર્યકરો દ્રષ્ટિપાત થાય છે.