
રાજકોટ જીવનનગરમાં રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ નીકળશેજીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે પ્રમુખશ્રી જયંત પંડયા વિજ્ઞાનજાથા
મંગળવારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાશે વોર્ડ નં. ૧૦ ના ભા.જ.પ. ના હોદ્દેદારો હાજરી આપશેઅનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર-છાત્રાઓ રેલીમાં જોડાશે
ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં. ૧૦જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહાદેવધામના પટાંગણમમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ છેલ્લા ૪૧ વર્ષથી રાષ્ટ્રીય ત્યૌહારના આયોજનોમાં અગ્રેસર છે.
જાથાના પ્રમુખ જયંત પંડયાએ જણાવ્યું કે જીવનનગરમાં સામાજિક, રાષ્ટ્રીય, સેવાકીય, સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો થોજાય છે. ગુજરાતભરમાં સમિતિની પ્રવૃત્તિ અગ્રેસર છે. તા. ૧૫ મી મંગળવાર સવારે સાડા આઠ કલાકે જીવનનગર ચોકમાં દેશપ્રેમ-દેશદાઝ, રાષ્ટ્રીય પર્વ અન્વયે કાર્યક્રમો યોજાનાર છે. રાષ્ટ્રીય એકતા રેલી માર્ગો ઉપર નીકળી દેશપ્રેમના સૂત્રોચ્ચાર કરશે. રહીશોના સંતાનો વેશભૂષા પરિધાન કરશે ઉપરાંત છાત્ર-છાત્રાઓનું સન્માન થશે. સમિતિએ જનજાગૃતિ માટે મશાલ સરઘસમાં જ્યોત પ્રગટાવી મહિલાઓ આગેવાની લેવાના છે. ભારતીય તિરંગા સાથે છાત્રાઓ અગ્રેસર રહેશે.
રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ ભા.જ.પ.ના મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ડૉ. રાજશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, શહેર ભાજપના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી,પૂર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ નગરસેવક નીતાબેન વઘાસીયા, અશ્વિનભાઈ ભોરણીયા, શહેર ભાજપના મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા ખાસ હાજરી આપવાના છે. વોર્ડ નં. ૧૦ ના ભા.જ.પ. ના હોદ્દેદારોમાં પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી – મેહુલભાઈ નથવાણી, રત્નદીપભાઈ, ઉપપ્રમુખ – કિશોરભાઈ સોજીત્રા, અશ્વિનભાઈ કોરાટ, પ્રફુલાબેન મહેતા, મનીષભાઈ ડેડકીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી – હેમાંગભાઈ માકડીયા, વશીષ્ઠભાઈ જોષી, બલરાજસિંહ રાણા, કિરણબેન શાહ, નીતુબેન કનારા, ચંદ્રિકાબેન દાફડા, કોષાધ્યાક્ષ ડૉ. આશીષભાઈ મકવાણા ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપશે અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ વિદ્યાલયના છાત્ર-છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધતાથી આપશે રાષ્ટ્રીય પર્વની તૈયારી મંત્રી અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, પંકજભાઈ મહેતા, ડૉ. તેજસ ચોકસી, વિનોદરાય ઉપાધ્યાય, મુકેશભાઈ પોપટ, પાર્થ ગોહેલ, ગોવિંદભાઈ ગોહેલ, વિજયભાઈ જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. અંતમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિ, સૌ. કલા કેન્દ્ર, રાવલનગર, શિવપરા આસપાસના રહીશો ધ્વજવંદનમાં ભાગ લેવાના છે