
જામનગર જિલ્લાના નરમાણા ગામમાં ફાતિમાબેનનો પદાફાશદરગાહની આડમાં ૪૦ વર્ષથી ચાલતી ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા
લીલા પૂતળાના થોડા બનાવી ઉતાર કરવામાં આવતો હતો જુવાર, લાલ-લીલા દોરા, તાવિજનો જથ્થો ઝડપાયો. ફાતિમાનો ભાંડાફોડ ખબર પડતા ગામમાં સોંપો પડી ગયો જિલ્લા એસ.પી. કચેરી, શેઠ વડાળા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરીવિજ્ઞાન જાથાનો ૧૨૩૧ મો સફળ પર્દાફાશ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં દરગાહની આડમાં ૪૦ વર્ષથી દોરા-ધાગા, ઉતાર, દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ કરનાર ફાતિમાબેન જુમાશા શેખનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે શેઠ વડાળા પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૩૧ મો સફળ પદાફાશ કર્યો હતો. જાથાની ખબર પડતા આજુબાજુ વિસ્તારના ધતિંગબાજોમાં સોંપો પડી ગયો હતો. ફાતિમાએ કબુલાતનામું આપી જાહેરમાં માંફી માંગી લેતા મામલો થાળે પડી ગયો હતો.
બનાવની વિગત પ્રમાણે જાથાના કાર્યાલયે બે મુસ્લિમે માહિતી આપતા જણાવ્યું કે નરમાણામાં હઝરત ઈસ્માઈલ પીરની દરગાહ આવેલી છે તેમાં વર્ષોથી દોરા-ધાગા, ઉતાર કરવો, રોગ મટાડવા, સંતાન પ્રાપ્તિ, માનતા રખાવી લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે, માનવ જીંદગી સાથે ચેડા કરવામાં આવે છે. અમે ભોગ બન્યા છીએ. દરગાહમાં મહિલાને પ્રવેશબંધી છે પરંતુ સેવા કરતી ફાતિમાબેન દરગાહમાં પ્રવેશ કરે છે. લાલ-લીલા દોરા બાંધવા, તાવીજ આપવું તેવી હરકતો કરે છે. લોકોની સાથે શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડી કરી શોષણ કરવામાં આવે છે. હિન્દુઓ જોવડાવવા વધુ જાય છે, પીરની ચમત્કારિક વાતો કરવામાં આવે છે. ધર્મશ્રધ્ધા સાથે ચેડા કરતી મહિલાનો ભાંડાફોડ કરવા આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કુરાનમાં અંધશ્રધ્ધાની કદી વાત કરવામાં આવતી નથી. દરગાહનું નામ બદનામ ન થાય તે માટે મહિલાનો પર્દાફાશ સમાજના હિતમાં હોય તેવી માહિતી આપવામાં આવી હતી. જાથાના ચેરમેન જયંત પંડયાએ માહિતીના આધારે ખરાઈ કરવા બે ડમી કાર્યકરોને રૂબરૂ મોકલતા હકિકતમાં સત્યતા સાબિત થઈ હતી. દવા અને દુઆના નામે લોકો માનતા રાખતા હતા. ગામ આખું ફાતિમાથી નારાજ હતું. જાથાએ પુરાવા મળી જવાથી ભાંડાફોડનું નક્કી થયું જાથાના પંડયાએ ગાંધીનગર ઉચ્ચ અધિકારી, જામનગર કલેકટર, એસ.પી. ને ફેકસ કરી મહિલા પોલીસ કર્મીઓ સહિત પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી. જિલ્લા પોલીસ વડાએ શેઠ વડાળા પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલી દીધી. તકેદારી માટે એલ.આઈ.બી. નો સ્ટાફ ફાળવી દીધો હતો રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ નિકાવાના ભોજાભાઈ ટોયટા, વિ પરબતાણી, અંકલેશ ગોહિલ, વિનોદભાઈ વામજા, સાહિલ રાજદેવ, ભાનુબેન ગોહિલ, જામજોધપુરના કાર્યકરો નરમાણા ગામમાં દરગાહની બાજુમાં રહેવા સંબંધી વ્યવસ્થા રાખી પોલીસ સ્ટેશને પહોંચી ગયા. જયાં પી.એસ.આઈ. આર. એલ. ઓડેદરા, એ.એસ.આઈ. રામભાઈ ચાવડા, હેડ કોન્સ્ટે. અમૃતલાલ પરમાર, પો.કોન્સ્ટે. સત્યસિંહ વાળા, પો.કોન્સ્ટે. નિરાલીબેન બારાઈપો.કોન્સ્ટે, શિલ્પાબેન પરમાર, પો.કોન્સ્ટે. રાજવીરસિંહ પરમાર હાજર હોય દરગાહ બાજુમાં સ્ટાફને ગોઠવી દીધો. જાથાની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ. જયાં જોવાનું કામ ચાલતું હતું.
જાથાના જયંત પંડયાએ ફાતિમાબેનને પરિચય આપી દરગાહની આડમાં ચાલતી કપટલીલા કાયમી બંધ કરાવવા આવ્યા છીએ. બે વ્યકિતની પુછપરછ કરી ત્યારે લીલું પુતળું ઘોડાનું હતું તેનો ઉતાર કરતા હતા તે બતાવવામાં આવ્યું. તુરંત દોરા-ધાગા, લાલ-લીલા દોરા, તાવિજ, જુવારના દાણા, માનતાની વસ્તુઓ જાહેરમાં મુકી દીધી. દરગાહમાં મહિલાને પ્રવેશ કરવો નહિં તેવું બોર્ડ માર્યું હતું. તેવું પુછતાં ફાતિમાએ કહ્યું હું તો દિકરી એટલે પ્રવેશ કરી શકું. અજુગતું લાગતા તુરંત શરણાગતિ કરી કાયમી જોવાનું, દુ:ખ-દર્દ મટાડવાનું બંધ કરું છું તેવી ખાત્રી આપવા લાગી. મહિલા પોલીસ કર્મીઓએ જરૂરી ઘ્યાન રાખ્યું. એલ.આઈ.બી. એ દરગાહની આજુબાજુ ચહલપહલને નજરમાં રાખી. ફાતિમાબેને ધતિંગલીલાનો બોર્ડ હાથમાં રાખી માફી માંગી લીધી.
જાથાના પંડયાએ રોગ મટાડવાનું લાયસન્સ માગ્યું હતું. માનવ જીંદગી સાથે ચેડા કરવાનો હક્ક નથી તેવી કાયદાકીય સમજ આપી હતી ફાતિમા વારંવાર માફી માંગતી હતી. કબુલાતનામામાં હું ફાતિમા જમાશા શેખ, ઉ.વ. ૭૦, રહે. નરમાણા ગામ, દરગાહમાં ૪૦ વર્ષથી દોરા-ધાગા, રોગ મટાડવા, માનતા રખાવવી, ઉપચાર કરવાનું કામ કરું છું. આજથી કાયમી બંધની જાહેરાત કરું છું. બિમાર લોકોની જીંદગી સાથે ખિલવાડ કરીશ નહિ. દરગાહમાં ચાલતી કંપટલીલા બંધની ખાત્રી આપી સહી કરી આપી હતી. ગામમાં સોંપો પડી ગયો હતો. આજુબાજુ પંથકમાં જાથાની ખબર પડી જતા ધતિંગબાજોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગામ નારાજ હોય ભાંડાફોડ કરવા રાજીપો વ્યકત કર્યો હતો. રાજકોટ પરત આવતી વખતે દરેક ગામમાં જાથાને મળવા જાગૃતો ઉભા હતા. સમાણા ગામમાં પત્રકાર સહિત જાથા પ્રેમીઓએ સ્વાગત કર્યું હતું.
જાથાએ જામનગર જિલ્લા એસ.પી. આઈ.જી.પી. રેન્જ, રાજકોટને પર્દાફાશ સંબંધી માહિતગાર કર્યા હતા. આભાર વ્યકત કર્યો હતો જાથાનો ૧૨૩૧ મો સફળ પર્દાફાશમાં જાથાના વિનોદભાઈ વામજા, રવિ પરબતાણી, અંકલેશ ગોહિલ, સાહિલ રાજદેવ, ભાનુબેન ગોહિલ, નિકાવાના ભોજાભાઈ ટોયટા, સ્થાનિક કાર્યકરો, શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર. એલ. ઓડેદરા, એ.એસ.આઈ. રામભાઈ ચાવડા, હેડ કોન્સ્ટે. અમૃતલાલ પરમાર, પો.કોન્સ્ટે. સત્યસિંહ વાળા, પો.કોન્સ્ટે રાજવીરસિંહ પરમાર, પો,કોન્સ્ટે, નિરાલીબેન બારાઈ, પો.કોન્સ્ટે. શિલ્પાબેન પરમારએ ઉત્તમ કામગીરી બજાવી હતી.