
મોરબી વાવડીરોડ પર કેજીએન પાર્કમા મોટીવેશન સેમીનારમા લાઈફમા સફળતા મેળવવા રિયાઝ ગાઝી દ્રારા યુવાનોને પ્રેરણા આપી હતી
આ બીઝનેશ મોટીવેશન સેમીનારમા જવનનો હેતુ આત્મવિશ્ર્વાસ મનની શાંતી સફળતા અને એકતાની શકિત વિશે યુવાનોને તાલીમ આપવામા આવી હતી
મોરબી વાવડીરોડ પર આવેલ કેજીએન પાર્કમા મદ્રેશા એ ઉમરે ફારુક કમીટીના યુવાનો દ્રારા બિઝનેશ એજયુકેશન હેલ્થને આધારીત મોટીવેશન કાર્યક્રમનુ સુંદર આયોજન કરી પ્રશ્રોની આપ લે કરવામા આવી હતી જેમા મોટીવેશન સેમીનારના તાલીમાર્થી રિયાઝ ગાઝી દ્રારા યુવાનોને બિઝનેશમા રિલેશનશીપ કેવી રીતે બનેવવી અને ઈમાનદારી સચ્ચાઈથી બિઝનેશ કરવા તેમજ ધંધામા આત્મવિશ્ર્વાસ રાખી મીઠાસથી સબંધો બાંધવાની પ્રેરણા આપી હતી તેમજ લાઈફમા રહેલી ખરાબ આદતોને નાબુદ કરી સારી આદતોની ટેવ પાડવા પર આ સેમીનારમા ભાર મુકવામા આવ્યો હતો અને મોબાઈલ ફેસબુક યુટયુબ વોટસપનો જરુર પુરતો સદઉપયોગ કરવો કેમકે આ ઈનટરનેટની દુનિયામા સોશ્યલ મીડીયા પાછળ ફેમીલી ધંધો અભ્યાસમા લોકો ટાઈમ આપતા ન હોવાથી ધણા ગંભીર પ્રશ્રો ઉપસ્થિત થાય છે અને તેના કારણે ધંધા રોજગાર અભ્યાસ સહિતની પ્રક્રિયામા લોકો ધ્યાન આપી શકતા ન હોવાથી સફળતા મળી શકતી નથી અને તમામ પ્રક્રિયામા ધ્યેય પ્રાપ્ત કરી શકતા નથી એવુ મોટીવેશન સેમીનારના પ્રખર વકતા રિયાઝ ગાઝીએ જણાવ્યુ હતુ આ મોટીવેશન સેમિનારમા બહોળી સંખ્યામા યુવાનો ઉપસ્થિત રહી મોટીવેશન સેમીનારમા જ્ઞાનનો લાભ ઉઠાવ્યો હતો આ સેમીનારને સફળ બનાવવા મદ્રેશાએ ઉમરે ફારુક કમીટીના યુવાનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી હતી