
રિપોર્ટ- સુરેશ ગૌસ્વામી મોરબી
રાજકોટના રવી રાંદલ પાર્કમા આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ્દ ભાગવત કથામા વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાયા
રાજકોટ માં શીતલપાર્ક મેઈન રોડ પર રવિ રાંદલ પાર્ક માં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં હાલ સ્વીઝરલેન્ડ માં રહેતા જયશ્રીબેન રાયચુરા પરિવાર ના પરિવાર ના મુખ્ય યજમાન પદે પિતૃ મોક્ષર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે કથા નું રસપાન સુંદરવાણી દીપેશભાઈ દવે એ કર્યું હતું કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સહિત પ્રસંગો ધામધૂમથી ઉજવાયા હતા ધૂન ભજન પ્રસાદ મહાઆરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા આ કથા ના આયોજન ને સફળ બનાવવા મંદિર ના મહંત શ્રી નાનુગીરીબાપુ ની આગેવાની માં વિજયગીરી,ધર્મેશગીરી, સહિત રવિ રાંદલ પાર્ક ના સેવાભાવી યુવાનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કથા માં રવિ રાંદલ પાર્ક,શીતલ પાર્ક સહિત આસપાસ ની સોસાયટી ના ભક્તો એ બહોળી સંખ્યા માં લાભ લીધો હતો ને કથા ના આયોજન ને બિરદાવ્યું હતું.