મોરબીના નિલકંઠ વિદ્યાલયમાં ચિલ્ડ્રન SSY શિબિરનો શુભારંભ

મોરબીના નિલકંઠ વિદ્યાલયમાં ચિલ્ડ્રન SSY શિબિરનો શુભારંભ

મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે તા.18.03.23 થી 26.03.23 સુધી સાંજે 5.30 થી 7.30 વાગ્યા દરમ્યાન ચિલ્ડ્રન SSY શિબિરનો શુભારંભ

મોરબી,હાલના મોબાઈલ,ટીવી અને કમ્પ્યુટર યુગમાં તેમજ વિડીયો ગેમના જમાનામાં બાળકો ઇન્ડોર અને આઉટડોર ગામઠી રમતો ભૂલી ગયા છે,આજના બાળકો માનસિક રીતે મજબૂત થયા છે પણ શારીરિક રીતે અશક્ત થયા છે ત્યારે *બાળકોના ઉત્તમ ઘડતરનો સોનેરી અવસર એટલે ચિલ્ડ્રન SSY* ઋષિ પ્રભાકરજી પ્રેરિત ચિલ્ડ્રન SSY દ્વારા બાળકોમાં રહેલી સર્વોત્તમ શક્તિ બહાર લાવી શકાય,બાળક સહજ રીતે અભ્યાસમાં શ્રેષ્ઠતમ દેખાવ કરી શકે,બાળકના જીદ્દી અને ગુસ્સા વાળા સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવે.બાળક સર્જનાત્મક પ્રવૃત્તિ કરતું થાય, જવાબદાર,શિસ્તબદ્ધ અને અન્યને મદદરૂપ થનારું,નમ્ર વિવેક અને અજ્ઞાકિત બને,બાળકમાં સામાજિક,શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય આવા અનેક ફાયદા આ શિબિર દ્વારા થાય છે,જો આવા ફાયદા પ્રાપ્ત કરવા હોય તો જરૂરથી 8 વર્ષથી 15 વર્ષના બાળકો માટેની *ચિલ્ડ્રન SSY* મા નવનીતભાઈ કુંડારિયા અને તૃપ્તિબેન પટેલ બાળકોને ધ્યાન,મૌન,પ્રાર્થના, પ્રાણાયામ,એકાગ્રતા વધે,મન મજબૂત થાય,તન તંદુરસ્ત થાય એવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે ઘણાં બધાં બાળકો પણ ખુબજ રસપૂર્વક મજા સાથે શિબિરનો લાભ રહ્યા છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here