
- માળીયા મિંયાણાના પીપળીયા ચોકડી નજીક ટ્રક ચાલકે નીલગાયને હડફેટે લેતા પશુપ્રેમીઓએ પ્રાથમિક સારવાર કરી યદુનંદન ગૌશાળાને સોપી
માળીયા મિંયાણાના જામનગર સ્ટેટ હાઈવે પર પીપળીયા ચારરસ્તા નજીક વહેલી સવારે ટ્રક ચાલકે નીલગારને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચાડી હતી ત્યારે રોડ પરથી પસાર થતાં જીવદયા પ્રેમી સરવડ ગામના ભરતભાઈ બાબરીયા તથા રોડ ખાતામાં કામ કરતા પી.ડબલ્યુ ડી ના કર્મચારીઓએ ઘાયલ નીલગાયને રોડ પરથી ઉપાડી સલામથ સ્થળે ખસેડીને પ્રાથમિક સારવાર કરી હતી અને સેવાકિય પ્રવૃતિમા હમેશા ખડેપગે રહેતી યદુનંદન ગૌશાળામાં વધુ સારવાર અર્થે પહોંચાડી નીલ ગાયની જીંદગી બચાવી નવુ જીવનદાન આપ્યુ હતુ