
રિપોર્ટ- અલપેશગીરી સુરેશગીરી ગૌસ્વામી
મોરબી દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે ૨૭મો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લામાં ગોસ્વામી સમાજના કે.જીથી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરાયા
મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સમાજ વાડી ખાતે ૨૭મો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કે.જીથી કોલેજ સુધીના ૧૭૦ જેટલા તેજસ્વી તારલાઓની સાથે શિક્ષક તેમજ વિવિધ વ્યવસાય નોકરીમાં જોડાયેલા ચમકતા સમાજના ઉત્કર્ષ યુવાનોને શિલ્ડ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા જાણવા મળતી વિગત મુજબ મોરબી દશનામ ગોસ્વામી સમાજ વાડી ખાતે તા.૨૨ સપ્ટેમ્બરને રવિવારના યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કેજીથી લઈને કોલેજ સુધીના ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માન કરેલ તેમજ વિશિષ્ટ સેવા ૧ તેમજ રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભના ખેલાડી ૩ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના પારિતોષિકો વિજેતાઓનું સન્માન તેમજ મોરબીમાં ગવર્મેન્ટ સર્વન્ટ કર્મચારીઓનું ૨૧ સન્માન તેમજ વિશેષ મોરબી જ્ઞાતિની વાડીમાં કન્સ્ટ્રક્શન કામના દાતાઓનું સન્માન ૫ જેમ કે મોરબીના બિલ્ડર્સ પરેશભાઈ પટેલ ચન્દ્રકાન્ત બેચરભાઈ ડઢાણીયા નરોતમગીરી શનાળા . વિમલગીરી નયાલગીરી ગોસ્વામી શનાળા મનહર ભારતી નાની બરાર હસ્તે કિશોર ભારતી કીરીટગીરી શાંતિગીરી દાંતા તેમજ મોહનપુરી દયાલપુરી ગોસાઈ સહીત તમામ દાતાશ્રીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગવર્મેન્ટ કર્મચારીનુ સાલ ઓઢાડી સન્માન કરેલ વિશેષ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડોક્ટર ફુરાંગીબેન.વી.ગોસ્વામી અધ્યક્ષ સ્થાને અતિથિ વિશેષ ભાવેશ્વરીબેન રામધન આશ્રમ મુખ્ય મહેમાન ડો.જયદીપપુરી એમ.ગોસાઈ પીજીવીસીએલના કાર્યપાલક જે.સી.ગોસ્વામી મોરબીના પત્રકાર સુરેશગીરી.બી.ગોસ્વામી ફુલછાબ ચીફ બ્યુરો એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થયેલ તેમનું પણ બહુમાન કરેલ તેમજ પત્રકાર મિત્રોનું પણ બહુમાન કરેલ તેમજ સમગ્ર કારોબારી તેમજ બહારથી પધારેલા મહેમાનો ભાઈઓ બહેનો મહંત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને આગળ અભ્યાસ અંગે માર્ગદર્શક બનેલા તેમજ ભાવેશ્વરી માતાએ આશીર્વાદ આપેલ વધુમાં આ સમારોહમાં વાંકાનેરના શિક્ષક જીતેન્દ્રગીરી શિવગીરી માથકના મનદીપગીરી જયદીપગીરીનુ સન્માન કરાયુ હતુ આ કાર્યક્રમ સ્વાગત પ્રવચન કે.એન.ગોસ્વામી કરેલ તેમજ પ્રાસંગીક પ્રવચન જીતેન્દ્રગીરી એસ ગોસ્વામી વાંકાનેરે કરેલ તેમજ આ કાર્યક્રમ પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામી દ્વારા આયોજિત કરેલ ઉધોષક તરિકે કૈલાસગીરી ગોસાઈ એ કરેલ આભાર દર્શન હસંગીરી ગોસાઈ કરેલ અહેવાલ પ્રમુખ ગુલાબગીરી.જી.ગોસ્વામી સહીતના સમાજના અગ્રણી આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો