મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સકોર્ટે હળવદ ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના આરોપી વાલજીભાઈ અરજણભાઈ પરમારના શરતી જામીન મંજુર કરાવતા ધારાશાસ્ત્રી દિલિપ અગેચણીયા

મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સકોર્ટે હળવદ ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના આરોપી વાલજીભાઈ અરજણભાઈ પરમારના શરતી જામીન મંજુર કરાવતા ધારાશાસ્ત્રી દિલિપ અગેચણીયા

મોરબી જીલ્લાના હળવદ પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીની દીકરી ને આરોપીઓએ મરણજનાર ને ચારીત્રય બાબતે ખોટા શક વહેમ રાખી મેણા ટોણા મારી અસહય ખોટી ચડામણી કરી આ કામના અન્ય આરોપીઓ દ્વારા મારજુડ કરી આરોપીઓએ ફરીયાદીની દીકરી મરણજનાર ને માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં મરણજનાર ફરીયાદીની દીકરીથી સહન નહી થતાં આ કામના આરોપીઓએ મરણ જવા મજબુર કરતા મરણજનાર નર્મદા કેનાલમાં પડી પાણીમાં ડુબી જતાં મરણ જતાં બધા આરોપીઓએ સદરહુ ગુનાહીત કૃત્ય કરવામાં એકસંપ કરી એકબીજાને મદદગારી કરતા, તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદના આધારે હળવદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૦૬,૪૯૮(એ), ૧૧૪,૩૨૩ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

જેમાં આ કામના આરોપી વાલજીભાઈ અરજણભાઈ એ જામીન મેળવવા માટે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા મારફત નામ. કોર્ટ માં જામીન અરજી કરેલ હતી..આ કામેના અરજદાર/ આરોપીએ કહેવાતો કોઈ ગુન્હો કરેલ નથી કે કહેવાતા ગુન્હા અંગે કશું જાણતતા નથી તેમ છતાં અમોને ખોટી રીતે ગુન્હામાં સંડોવી દીધેલ છે. આ કામના સહ આરોપીઓ જામીન ઉપર મુકત થઈ ગયેલ હોય જેથી અમોનો રોલ પણ સમાન પ્રકારનો હોય જેથી રોલ ધ્યાને લેતાં પેરીટીના ગ્રાઉન્ડ હેઠળ જામીન ઉપર મુકત કરવામાં આવે અને વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીને જામીન ઉપર છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રીદીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here