
મોરબી વાવડીરોડ પર રવિપાર્કમા દિવાળી પર્વમા અનોખો ઉત્સાહ રાત ઉજાગરા કરી રંગબેરંગી રંગોળી બનાવવા સહપરીવારોએ મહેનત કરી ઉત્સાહભેર ખુશી મનાવી
રવિપાર્ક સોસાયટીમા દિવાળીના ખુશીના તહેવારમા પ્રજાપતિ પરીવારો સહ પરીવાર સાથે ઉત્સાહભેર ઉજવણી કરી તમામને પાવન પર્વના અભિનંદન પાઠવ્યા
દેશભરમા ભગવાન શ્રીરામ વનવાસ કરી અયોધ્યા પરત ફરે છે ત્યારે આનંદો ઉલ્લાસ સાથે ખુશી મનાવવામા આવે છે જે દિવસે ધેર ધેર દિવડા પ્રખટાવી રંગબેરંગી રંગોળીઓ બનાવી ફટાકડા ફોડી ખુશી મનાવવામા આવે છે જે દિવસેથી દેશભરમા દિવળીના ખુશીના પાવન પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામા આવે છે
ત્યારે મોરબીના વાવડીરોડ પર આવેલ રવિપાર્ક સોસાયટીમા રહેતા પ્રજાપતિ પરીવારોએ સહપરીવાર સાથે દિવાળીના ખુશીના તહેવાર નિમિતે ધેર ધેર દિવડા પ્રગટાવી રોશનીના શણગાર કરી રાત ઉજાગરા કરી રંગબેરંગી રંગોળીઓ બનાવી દિવાળીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી