
રાજકોટના આંબેડકરનગરના ચકચારી લેન્ડગ્રેબિંગ ગુનાના આરોપી નંદુબેન દાનાભાઈ સોમૈયેના આગોતરા જામીન મંજૂર કરતી નામદાર ગુજરાત હાઇકોર્ટ
રાજકોટના આંબેડકર નગરમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 99, 100, પૈકીના પ્લોટ નંબર 46 માં આવેલ આશરે 200 સ્કે, મીટરના આરોપી નંદુબેન દાનાભાઈ સોમૈયા એ ગેરકાયદેસર પેશકદમી કરેલ હોય તે બાબત ફરિયાદ, ફરિયાદી મોતીબેન માંડાભાઈ માલવયા નગર પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ કાયદા ની વિવિધ કલમ મુજબ ફરિયાદ દાખલ કરેલ, જે અન્યવે આ ગુના ના આરોપી નંદુબેન દાનાભાઈ સોમૈયા એ પોતાના વકીલશ્રી મારફત નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા એફ. આઈ. આર. ની હકીકત મૂળ ફરિયાદી દ્વારા રજૂ કરેલ વાંધા જવાબ, તેમજ આરોપી ના વકીલ શ્રીએ વિવિધ હાઇકોર્ટ ના ચુકાદા ઓ, સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ રજુ રાખી, આ કામના આરોપી ને આગોતરા જામીન મળે તે બાબતે ધારદાર દલીલો કરેલ હતી, જે દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ની આગોતરા જામીન પર છોડી મુકવા હુકમ કરવા મા આવ્યો હતો
આ ગુનાના કામે આરોપી તરફે વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટ્સ ના ,યુવા વકીલ શ્રી ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, રીતુસિંઘ, લવજી ભજગોતર, વિજય વણઝારા, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા,મનોજ રાઠોડ,દક્ષાબેન બથવાર, તેમજ મદદનિશ તરીકે કિશન ભીમાણી, હિરેન વિઠ્ઠલાપરા,એસ.સી. વિઠ્ઠલાપરા, આર. કે. દેત્રોજા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ, રોકાયેલ હતા..