મોરબી ટ્રાફીક પોલીસની સીએનજી રીક્ષા ચાલકો સામે કરી લાલ આંખ દંડ ફટકારી કાયદાનુ ભાન કરાવ્યું

મોરબી ટ્રાફીક પોલીસની સીએનજી રીક્ષા ચાલકો સામે કરી લાલ આંખ દંડ ફટકારી કાયદાનુ ભાન કરાવ્યું

મોરબી શહેરમાં આડેધડ પાર્કિંગ અને પાર્સિગ કરતા વધુ પેસેન્જર બેસાડીને પુરપાટ દોડતા અનેક રીક્ષા ચાલકો ટ્રાફીક પોલીસની હડફેટે ચડ્યા દંડ ફટકાર્યો

મોરબી ટ્રાફીક પોલીસ દ્વારા શહેરમાં દોડતા સીએનજી રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજી દંડનીય કાર્યવાહી કરી હતી જેમાં શહેરમાં આડેધડ પાર્કિંગ અને પાર્સિગ કરતા વધુ પેસેન્જરોને ભરીને દોડતા સીએનજી રીક્ષા ચાલકો સામે ટ્રાફીક પોલીસે લાલ આંખ કરી કાયદાનું ભાન કરાવ્યું છે જેમાં મોરબી ટ્રાફીક શાખામાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એચ.વી.ઘેલાની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પીએસઆઇ ડી.બી.ઠકકરની ટીમ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી જેમાં અનેક સીએનજી રીક્ષા ચાલકો ટ્રાફીક નિયમોને નેવે મૂકી દોડતા હોય તેવા રીક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી જેમા પાર્સિગ કરતા વધુ પેસેન્જરોને ભરીને જવું શહેરમાં મનફાવે ત્યાં આડેધડ રીક્ષા પાર્ક કરવી લાઈસન્સ કે અન્ય પુરતા ડોક્યુમેન્ટ ના હોય તેવી ઓટો રિક્ષા ચાલકોને સામે પોલીસે ડ્રાઈવ યોજી ટ્રાફીક નિયમોના પાઠ ભણાવીને પાલન કરવાની સુચના સાથે દંડ ફટકારી કાયદાનુ ભાન કરાવ્યું છે મોરબી શહેરમાં સતત બીજા દિવસે ડ્રાઇવ યોજી દંડનીય કડક કાર્યવાહી કરતાં રીક્ષા ચાલકોમાં રીતસરનો‌ ફફડાટ જોવા મળ્યો છે અને ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા સાથે આડેધડ પાર્કિંગ કરનારાઓએ સામે કરેલ લાલ આંખથી રીક્ષા ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here