
મોરબી જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની તરફથી બાર એશોસિએશનની નવ નિયુકત ચુંટાયેલ બોડીના વેલકમ માટે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
મોરબી બાર એશોસિએશન વાકાનેર હળવદ ટંકારાની ચુટાયેલા પ્રમુશ્રીઓ સહિત નવ નિયુકત પેનલને સન્માનિત કરવા જીલ્લા સરકારી વકિલે વેલકમ સ્નેહ મિલન પાર્ટીનુ ભવ્ય આયોજન કર્યુ હતુ
મોરબી જીલ્લા સરકારી વકીલશ્રી (ડી.જી.પી.) વિજયભાઈ જાની દ્રારા બાર એસોસિયેશનની ચુંટાયેલી નવ નિયુકત એકટીવ પેનલને સન્માનિત કરવા ૩૬ કલબના પટાંગણમા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ
મોરબી વકીલ મંડળના પ્રમુખશ્રી દિલીપભાઈ અગેચાણીયાની એકટીવ પેનલની જીતના સંદર્ભે મોરબી જીલ્લા સરકારી વકીલશ્રી વિજયભાઈ જાની દ્રારા રાજકોટ હાઈવે પર આવેલ ૩૬ કલબના ગ્રાઉન્ડમા સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજવામા આવ્યો હતો
આ સ્નેહ મિલનના ભવ્ય કાર્યક્રમમા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ સેશન્સ જજશ્રી શ્રીવાસ્તવ સાહેબ તેમજ જજશ્રી કે.આર પંડયા સાહેબ સહિત એડિશનલ જયુડીશનલ સિવિલ જજશ્રીઓ ઉપસ્થિત રહયા હતા અને ગુજરાત બાર એશોસિએશનના પ્રમુખશ્રી જે.જે પટેલ તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વાઈસ ચેરમેનશ્રી દિલિપભાઈ પટેલ મોરબી જીલ્લા એસ.પી.મુકેશકુમાર પટેલ ડી.વાય.એસ.પી આલ સાહેબ સહિતનાઓએ આપી હાજરી આપી હતી
મોરબી બાર એશોસિએશનની ચુંટણીમાં પ્રમુખશ્રી દીલીપભાઈ અગેચાણીયા ઉપપ્રમુખશ્રી દીપકભાઈ પારેધી અને સેક્રેટરી ધૃવિલ ભીમાણીની બિનહરીફ વરણી થયા બાદ ચુંટણીમાં જીતેન્દ્ર ડાયાભાઈ સોલંકી (જે.ડી.સોલંકી)ની જંગી બહુમતીથી જીત થતા એકટીવ પેનલની જીતની ખુશીમાં મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ૩૬ કલબના પટાંગણમાં ભવ્ય સ્નેહ મિલન પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું
આ ભવ્ય કાર્યક્રમમાં મોરબી ન્યાયમુર્તિશ્રી પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિકટ જજશ્રી પી.વી.શ્રીવાસ્તવ સાહેબ એડિશનલ સેશન્સ જજશ્રી કે.આર.પંડયા સાહેબ તથા જજશ્રી એ.આર નાંદપરા સાહેબ તેમજ ફેમિલિ કોર્ટના જજશ્રી પી.વી.જોષી સાહેબ તેમજ જે.જે જોષીસાહેબ તેમજ ગુજરાત બાર એશોસિએશનના પ્રમુખશ્રી જે.જે.પટેલ સાહેબ બાર એશોસિએશન ઓફ ઈન્ડીયાના વાઈસ ચેરમેનશ્રી દિલિપભાઈ પટેલ અને મોરબી જીલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલડી.વાય.એસ.પી.આલસાહેબ તેમજ સરકારી વકિલ વિજયભાઈ જાની તેમજ એન.ડી.કારીયા સાહેબ તથા સરકારી વકીલશ્રી સંજયભાઈ સહિતના જજશ્રી અને આમંત્રિત મહેમાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા નવ નિયુકત એકટીવ પેનલ સહિત વાકાનેર હળવદ ટંકારા બાર એશોસિએશનના હોદેદારો સહિત તમામનુ પુષ્પગુંજથી સન્માન કરવામાં આવ્યુ હતુ































