મોરબીમા ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભવ્ય રાષ્ટ્રીય પર્વ સામાજીક અગ્રણીઓ બહોળી સંખ્યામા હાજરી આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ વિતરણ સાથે ભવ્ય ઉજવણી

મોરબીમા ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ભવ્ય રાષ્ટ્રીય પર્વ સામાજીક અગ્રણીઓ બહોળી સંખ્યામા હાજરી આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ વિતરણ સાથે ભવ્ય ઉજવણી

૨૬મી જાન્યુઆરી નિમિતે ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ અને મોરબી બાર એશોસિએસનના પ્રમુખશ્રી દિલિપભાઈ અગેચણીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી

મોરબી – ૨ વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં ૭૭ મો પ્રજાસતાક દિન ઉજવાયો. જેમાં દેશની આન બાન શાન ગણાતા તિરંગાને સલામી આપવા વાલીશ્રી વિદ્યાર્થી અને મહેમાનો અગ્રણીઓ સહિતનાઓએ શાળામાં ધ્વજવંદન રોટરી ક્લબ ઓફ મોરબી પરિવાર દ્વારા ફરકાવવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શ્રી લાલજીભાઈ મહેતા ( ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી જિલ્લા પ્રમુખ ) શ્રી દિલીપભાઈ અગેચાણીયા ( મોરબી બાર એશોસીએશન પ્રમુખ ), શ્રી મેઘરાજસિંહ ઝાલા ( ગ્રુપ ઓફ શ્રી શક્તિ મેડિકલ ) શ્રી જીલેશભાઈ કાલરીયા ( અધ્યક્ષ VHP મોરબી જિલ્લા ) શ્રી પિયુષભાઇ બોપલીયા ( યુવા આર્મી ગ્રુપ ), ઇન્ડિયન લાયોનેસ ક્લબ ઘનશ્યામસિંહ ઝાલા કમલેશભાઈ મહેતા કેતનભાઈ મહેતા મોરબી જિલ્લા મહિલાકરણી સેના પ્રફુલ્લાબેન કોટેચા અને રઘુવીરસિંહ ઝાલાએ હાજરી આપી હતી

વિધાર્થીઓની કૃતિ નિહાળી શાળામાં ૨૬મી જાન્યુઆરી દિવસે ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યુ હતુ તેમજ ગણતંત્ર દિવસની માહિતી પણ આપવામાં આવી હતી સાથે દેશભક્તિ ગીત ઉપર સાંસ્કૃતિક ડાન્સ વિદ્યાર્થીઓએ રજુ કર્યો જેમાં સૈનિકની ગાથા – ૪ યુગ થીમ – ઓપરેશન સિંદૂર થીમ અને લાલો કૃષ્ણ થીમ ડાન્સે આવેલ સૌ કોઈ મહેમાનો અને વાલીઓનું મન મોહી લીધેલ હતું તેની સાથે વિધાર્થીઓને પ્રોત્સાહન માટે રમતોત્સવના ઇનામ વિતરણ કરવામા આવ્યુ હતુ

આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યુ હતુ શાળા પ્રમુખશ્રી હિતેષભાઇ મહેતાએ દરેક વિદ્યાર્થીઓને ખુબ અભિનંદન પાઠવ્યા તેમજ રાષ્ટ્રીય પર્વ વિશે વિશેષ માહિતી સૌને આપી અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવતા શાળાના તમામ શિક્ષકોનો અને આવેલ સૌ મહેમાનોને વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here