
મોરબી ચેક રીટર્ન કેસમાં રૂ.3,20,000/- ની ડબલ રકમ ચેક રૂ.6,40,000/- નો દંડ ફરમાવવામાં આવેલ અને દંડ માંથી ફરિયાદી ને વાર્ષિક 9% વ્યાજ સહિત ચૂકવવા તથા એક વર્ષની સજા
હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર સખશને સજા ફટકારતી જ્યુડી. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ
મોરબી શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.3,20,000/- ની ડબલ રકમ ચેક રૂ.6,40,000/- નો દંડ ફરમાવવામાં આવેલ અને દંડ માંથી ફરિયાદી ને વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત ચૂકવવા તથા 1 વર્ષ ની સાદી કેદની સજા નો હુકમ કરેલ
વીસી પરા, મોરબી ના રહેવાસી ઇરફાનસા કાસમશા ફકીર, ખાખરાણા, તા.જી.મોરબી ના રહેવાસી સાગર હીરાભાઈ ડાંગર પાસે થી અંગત ઉપયોગ માટે રૂ 3,20,000/- સંબંધ ના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે ઇરફાનશા એ રૂ 3,20,000/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં સાગર ભાઈ એ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે મોરબીના મહે. જયુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ જજ સાહેબ ની કોર્ટમાં જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર મારફતે કેસ કરેલ જે કેસ ચાલી જતાં મોરબી ના જયુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ જજ સાહેબએ આરોપી ને 1 વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.3,20,000/- ની ડબલ રકમ રૂ.6,40,000/- નો દંડ ફરમાવવામાં આવેલ અને દંડ માંથી ફરિયાદી ને વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત ચૂકવવા તથા 1 વર્ષ ની સાદી કેદની સજા નો હુકમ કરેલ કરવામાં આવેલ અને દંડ ચૂકવવા માં કસુર થયેથી 90 (નેવું) દિવસની કેદ ની સજા નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર તથા જૂનિયર વકીલ શ્રી આર.એન.ગરચર, એમ.આર.રાંકજા, જે.એલ.પીઠિયા રોકાયેલ હતા.























