માળીયામિંયાણા સ્ટેટ વખતની હજારો એકર જમીન માળીયાની ભોળી જનતાને અંધારામાં રાખીને મીઠા ઉધોગોને ફાળવી દેવાતા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

માળીયામિંયાણા સ્ટેટ વખતની હજારો એકર જમીન માળીયાની ભોળી જનતાને અંધારામાં રાખીને મીઠા ઉધોગોને ફાળવી દેવાતા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

માળીયામિંયાણા આસપાસ ધમધમતા મીઠા ઉધોગોના મગરમચ્છો ઉપર કોના ચાર-ચાર હાથ જોરદાર ચર્ચા ઉગ્ર આંદોલનની ચીમકી

કલેકટર હુકમ રદ્ નહીં કરે તો માળીયામિંયાણાની જનતા લડી લેવાના મૂડમાં માલ ઢોર સાથે રસ્તા ઉપર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો

માળીયામિંયાણાના સર્વે ન-૨૩૫ પૈકીની ગૌચરની જમીનમાં મીઠા ઉત્પાદન માટે મંજુર કરવામાં આવેલ ગેરકાયદેસર થયેલ પ્રમાણિત નોંધો તાત્કાલિક ધોરણે રદ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે માળીયા(મી)માં સર્વે નં-૨૩૫ પૈકીની ગૌચરની જમીનમાં મીઠા ઉત્પાદન માટે ગેરકાયદેસર રીતે પ્રમાણિત થયેલ નોંધ નં-૮૭૧૫/૮૭૧૬/૮૭૧૭ અને ૮૭૧૮ નંબરની નોંધ પ્રમાણિત કરવામાં આવેલ છે તે જમીન માળીયા(મી) ગામની ગૌચરની જમીન હોય અને તે રાજાશાહી સમયથી ગૌચર જમીન તરીકે જ તેનો ઉપયોગ હતો પરંતુ આ જમીન ઉપર મીઠાના ગોરખધંધા કરનારાએ ધાક જમાવી તંત્ર સાથે તાલમેલ કરીને મૂંગા પશુઓ માટે નિયત કરાયેલ ફળદ્રુપ જમીનમાં ગેરકાયદેસર રીતે સરકારશ્રીના નિયમો અને શરતોને નેવે મુકીને આવી ફળદ્રુપ જમીનમાં મીઠાના કાળા ધંધા માટે મંજુરી મેળવેલ છે જે જમીન અભ્યારણની બાજુની તથા ખેતીની ફળદ્રુપ જમીન તથા મચ્છુ નદીના નિકાલ કાંઠે આવેલ હતી પણ આ જમીન તાજેતરમાં શરત ફેર કરી મીઠા ઉત્પાદન માટે લીઝ પર ગામની જ એક વ્યક્તિના પરિવારના નામે કરવામાં આવેલ છે તો આવી ફળદ્રુપ જમીન પર મીઠા ઉદ્યોગ થવાથી જમીનની ફળદ્રુપતા તથા આજુબાજુની ખેતીની જમીન નદી તથા પર્યાવરણ પર વિપરીત અસર થશે તેથી આવી ગંભીર બાબતે વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરી તે નોંધો રદ કરવામાં આવે અને જમીનનું પ્રકાર જૂની ગૌચર યથાવત રાખવામાં આવે તથા આવી ગૌચરની જમીન પર ભ્રષ્ટાચાર કરનાર ગેરકાયદેસર પંચનામા તથા માપણીઓ કરી નિયમ વિરુદ્ધ કામગીરી કરનારા સામે યોગ્ય કડક પગલા ભરવામાં આવે તેવી આમારી લાગણી અને માંગણી છે અને જો ઉપરોક્ત બાબતે વહેલીતકે યોગ્ય ન્યાય નહી મળે તો અમે તમામ ખેડૂતો પશુપાલકો માલધારીઓ તથા ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી આમારા ઢોર-ઢાંખર સહીત રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે અને તેમ છતા પણ યોગ્ય ન્યાય નહી મળે તો અમારે ના છુટકે નામદાર કોર્ટ થકી ન્યાય મેળવવાની ફરજ પડશે અને આ દરમ્યાન જો મીઠા ધંધાથીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મંજુર થયેલ પ્લોટ પર કોઈ કામગીરી કરવામાં આવશે તો ગામ લોકો સાથે કાયદા વિરુદ્ધ સંઘર્ષ થશે તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેથી વહેલીતકે અમારી રજૂઆત બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે અન્યથા જન આંદોલન સાથે કાયદા સાથે ઘર્ષણ થાય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here