
મોરબીના ટંકારામા સૌરાષ્ટ્રમા પ્રથમવાર કાલે ૨૮ ફેબ્રુઆરીનના શનિવારે ટંકારા તાલુકામાં આદિવાસી સ્નેહ મિલન સમારોહ યોજાશે
આદિવાસી સમાજનાં સ્નેહ મિલન સમા ભગોરીયા મેળા તરીકે ઓળખાય છે એવાં સાંસ્કૃતિક મેળાનું આયોજન સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વાર થવાં જઈ રહ્યું છે
આવતીકાલે તા ૨૮ ફેબ્રુઆરી શનિવારે મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકામાં આદિવાસી સ્નેહ મિલન સમારોહ યોજાશેદડૉ.આંબેડકર ભવન સામે સવારનાં 9 થી રાત્રિનાં 9 વાગ્યાં સુધી આ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલું રહેશે.જેમાં દૂર દૂર થી આદિવાસી સમાજનાં લોકો અને આગેવાનો પધારી રહ્યાં છે.આદિવાસી કલાકારો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઢોલ નગારાં અને નાચ ગાન સાથે ભવ્ય ઉજવણી કરશે.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવાં જાહેર જનતાને ભાવભીનું આમંત્રણ છે
























