
મોરબીના ટંકારામા બામસેફનાં સંસ્થાપક દિના ભાના વાલ્મીકિ નાં જન્મદિન નિમિત્તે આદિવાસી સમાજનાં ભગોરિયા મેળાં દરમિયાન આદિવાસી સ્નેહ મિલન સમારોહ યોજાયો
મુખ્યત્વે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માં ઉજવાતાં ભગોરીયા મેળાનું સૌરાષ્ટ્ર પંથકમાં સૌપ્રથમ વાર ઉત્સાહપૂર્વક ભવ્ય આયોજન થયું
માન્યવર કાંશીરામ સાહેબનાં પ્રેરણા સ્ત્રોત, બહુજન ક્રાંતિનાં પથદર્શક દિના ભાના જી નાં 99 માં જન્મજયંતિ પ્રસંગે યોજાયેલાં સાંસ્કૃતિક ભગોરીયા મેળા અને સ્નેહ મિલન માં પાલણપીર મેડીનાં મહંત દેશા આપાએ ખાસ ઉપસ્થિત રહીને આદિવાસી સમાજનાં ઈતિહાસ અને સંગઠનનાં મહત્વને ખુબ ઉંડાણથી સમજ આપી હતી બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણે ખેતમજૂરોને તમામ માંગણીઓ બાબતે સંઘર્ષમાં અને નવી રોજગારી ક્ષેત્રે કાયમ મદદરૂપ રહેવાં કટીબદ્ધ બન્યાં હતાં.
વધુમાં ખેતમજૂરોને કાયમી વસવાટ અને સરકારી યોજનાઓ બાબતે જાગૃત રહેવાં પ્રેરિત કર્યા હતાં.
ભગોરીયા મેળા અને સમિતિનાં મૂખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે મુળનિવાસી સમાજને દરેક સંજોગે સંગઠિત રહીને અવાજ બુલંદ રાખવાં પ્રેરિત કર્યાં હતાં અને કોઈપણ પ્રશ્ને કોર્ટનાં દ્વાર ખટખટાવીને પણ ન્યાય મેળવવાં અપીલ કરી હતી ગુજરાતભરથી પહોંચેલાં યુવાઓએ સવારનાં ૧૧:૦૦ થી સાંજનાં ૭:૦૦ વાગ્યાં સુધી આ રંગારંગ કાર્યક્રમ ડીજે અને દેશી ઢોલનાં તાલે મનમૂકીને નાચીને ખુબ જોરશોરથી ઉજવ્યો હતો
આ તકે ટંકારા પંથકનાં અનેક માનવતાવાદી ખેડૂતોએ પોતાનાં ખેતમજૂરોને ઉપજમાંથી ત્રીજો ભાગ આપવાની સ્વેચ્છાએ જાહેરાત કરી હતી.
જે તમામ આદિવાસી ખેતમજૂરોએ હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી.




































