
મોરબીમા બુટલેગરોના જાહેરમા સરધસ નીકળે તો ક્રૃર હત્યા કરનાર હત્યારાઓના કેમ નહી મુસ્લીમ સમાજમા આક્રોશ સાથે ચર્ચા
તાજેતરમા જ બુટલેગરનુ જાહેરમા સરધસ કાઢવામા આવ્યુ ત્યારે નિર્મમ હત્યા કરનાર હત્યારાનુ સરધસ કાઢવામા પોલીસને કયો ગ્રહ નડે છે તેવી લોકચર્ચા
મોરબીમા મુસ્લીમ યુવાન તાજમહંમદભાઈ કરીમભાઈ ભટ્ટીની હત્યા કરી લાશને સળગાવી જમીનમા દાટીને તેની ઉપર સિમેન્ટ કોક્રેટનુ આર.સી.સી ધાબુ કરીને પુરાવાનો નાશ કરી હત્યાનો ગુન્હો છુપાવવાના પ્રયાસને મોરબી બી.ડીવીઝન પોલીસે તટસ્થ તપાસ કરી કાવત્રાને નિષ્ફળ બનાવી ગુન્હામા સંડોવાયેલા સાત આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ કરી પાંચ આરોપીને ઝડપી લીધા અને બે આરોપી ફરાર થતા પકડવા તપાસ હાથ ધરી હતી ત્યારે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળેથી મામલતદાર સહાતના સરકારી અધિકારીની હાજરીમા લાશને બહાર કાઢી ફોરેન્સિક પી.એમ કરાવી નામદાર કોર્ટમા રજુ કરાતા ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા
આ ક્રૃર હત્યાના બનાવ પછી હજી પણ બે આરોપીઓ પોલીસ પકડથી દુર છે અને આવી નિર્મમ હત્યા થવાથી મિંયાણાસમાજમા ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે મિંયાણાસમાજને ન્યાય મળે અને સમાજને સંતોષ થાય તેવા હેતુથી પોલીસને આ હત્યારાઓનુ જાહેરમા સરધસ કાડવા વારંવાર અગ્રણીઓએ મૌખીક રિકવેસટ કરી હતી છતા ખબર નહી પોલીસને આવા ગંભીર કૃત્ય કરનારનુ જાહેરમા સરધસ કાઢવામા કોઈ ગ્રહ નડે છે કે પછી કોઈ રાજકીય લાગવગ ભલામણ નડે છે કે પછી પોલીસને જે જોતુ હતુ તે મળી ગયુ છે તેવી લોકચર્ચા જાગી છે ત્યારે જો આ હત્યારાઓનુ જાહેરમા સરધસ કાઢવામા પોલીસને કાઈ નડતુ હોય કે કાયદામા ન આવતુ હોય તો બુટલેગર કે અન્ય આરોપીઓના સરધસ કાઢી સિંધમની છાપ ધરાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી તેવા રોષ સાથે મિંયાણાસમાજમા ચર્ચાએ જોર પકડયુ છે





























