
મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે પટણાંગણમા હિંન્દુ મુસ્લીમ એકતા સાથે શ્રી સત્ય બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાશે
સીવીલ હોસ્પીટલના હિંન્દુ મુસ્લીમ એમ્યુલન્સ સ્ટાફ તેમજ હોસ્પીટલ નર્સિંગ સ્ટાફ પરીવાર એકસાથે પ્રસાદ લઈ હનુમાન જયંતીની ઉજવણી કરશે
મોરબીમા આગામી ૬ એપ્રિલના રોજ હનુમાન જયંતિના તહેવારની ઉજવણી નિમિતે મોરબી સરકારી સીવીલ હોસ્પીટલના પટણાંગણમા આંખની હોસ્પીટલની બાજુમા આવેલ શ્રી સત્ય બાલા હનુમાન મંદિરે મોરબી હિંન્દુ મુસ્લીમ એમ્યુલન્સ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એકતા સાથે બટુક ભોજન કરી હનુમાન જયંતિની ઉજવણી કરશે તેમજ હનુમાન મંદિરની બાજુમા ઉગતા પોરની મેલડીના સ્થાનકની જગ્યાએ લોખંડની જાળી તેમજ બાલા હનુમાન મંદિરે અદભુત લાઈટ ડેકોરેશન એમ્યુલન્સ વારા હુશેનભાઈ ભચુભાઈ ભટી અને બિલાલ ભટીના સહયોગ અને સહકારથી કરવામા આવેલ હોય આ ઉજવણી કાર્યક્રમમા હિંન્દુ મુસ્લીમ યુવાનો સહિત કાર્યકરો જોડાશે તેવુ જાણવા મળ્યુ હતુ