
મોરબીના ટંકારા તાલુકાના રવાપર રોડ પર ઈડન હિલ્સ બંગ્લોઝમા પોલીસ ત્રાટકી નશીબ અજમાવતા પાંચ માલેતુજારને ઝડપી લીધા
મોરબી જીલ્લાના ટંંકારા તાલુકાના રવાપર રોડ પર આવેલા ઘુનડા પાસે બનેલા ઈડન હિલ્સના બંગ્લોઝમા જુગારીઓ ભેગા થઈ પતા ટીંચી જુગાર રમી રહ્યા હોવાની ચોકકસ બાતમી પોલીસને મળતા પોલીસ ધમધમતા જુગારધામ પર ત્રાટકી હતી. પોલીસને જોઈ જુગારીઓના ઘડીભર હોશ ઉડી ગયા હતા ત્યારે પોલીસે સ્થળ પરથી પત્તા ઢિંચતા પાંચ શકુનીઓને રોકડા રૂપિયા ૭૧,૩૦૦/- સહિત ૪,૮૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી
મોરબીના ટંકારા પોલીસને રવાપર રોડ આવેલા ઘુનડા ગામે આર્થિક સંપન્નો માટે મોજ માણવા ઈડન હિલ્સ સોસાયટી નિર્માણ થઈ છે. અહીંયા સુખ સગવડ સાથે સરળતાથી કોઈ પહોંચી ન શકે એવી સલામતી હોવાથી જુગારીયાઓ એકઠા થઈ પતા ટીંચી રહ્યા હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે બાતમીની ખરાઈ કરતા હકિકત સાચી હોવાની ખાતરી થઈ જતા પોલીસ કાફલો મોરબી ટંકારા વચ્ચે આવેલા ઈડન હિલ્સમા બિલ્લીપગે ત્રાટકયો હતો. પોલીસનો દરોડો પડતા ઘડીભર પતા ટીંચવામા લીન થયેલા શકુનીઓ ના હોંશકોશ ઉડી ગયા હતા. અને ઘડીભર જુગારીયાઓના હાથમાથી પતા ખરી પડયા હતા. પોલીસે જુગારના પટ માથી રોકડા રૂ. ૭૧,૩૦૦/- સાથે જુગાર રમી રહેલા મકાન માલિક પ્રાણજીવન હિરજીભાઈ ઠોરીયા ઉપરાંત, રમેશભાઈ ભગવાનજી અઘારા, હરજીવન હિરજીભાઈ ઠોરીયા, કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા, ભાણજીભાઈ દેવજીભાઈ સાણંદીયા રહે.તમામ મોરબી ને રૂ. ૪,૮૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી હતી.