
માળીયામિંયાણા તાલુકા ભાજપના મહામંત્રી લખેલી ઈનોવા કારમાં ઈંગ્લિશ દારૂ ઝડપાયો
કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી ઈગ્લિશ દારૂ સાથે ઝડપાયેલ માળીયા તાલુકા ભાજપ મહામંત્રી લખેલી ઈનોવા કારનો માલિક કોણ ?
માળીયામિંયાણા તાલુકા ભાજપના મહામંત્રી લખેલી જીજે-૦૩-આઈસી-૩૩૩૩ નંબરની ઈનોવા કાર કચ્છ કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાંથી ઈગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે કંડલા કાસેજ પ્રશાસન દ્વારા પકડાયેલી ઈનોવા કારમાં મોંઘોદાટ ઈગ્લિશ દારૂ સાથે ભાજપના કાર્ડ અને કેસરીયા કેસ મોટીમાત્રમાં હાથ લાગ્યા છે જેથી મોરબી જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં ઈગ્લિશ દારૂ સાથે ઝડપાયેલી ભાજપના મહામંત્રી લખેલી કારનો માલીક કોણ ? સહીતની ઊંડી તપાસ બાદ જ જાણવા મળશે