મોરબી જીલ્લાની શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાની રાજ્યકક્ષા સન્માન એવોર્ડ માટે પસંદગી કરાઈ

મોરબી જીલ્લાની શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાની રાજ્યકક્ષા સન્માન એવોર્ડ માટે પસંદગી કરાઈ

સ્કૂલ એકેડેમી કેરલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણના ક્ષેત્રમાં નાવીન્યપૂર્ણ કામ કરતા, રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ઈનોટીવ શિક્ષક, તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ મારફત વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત એવા શિક્ષકોને પસંદ કરીને “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
ત્યારે સમગ્ર ભારતમાંથી 110 જેટલા પસંદગી થયેલ શિક્ષકોમાંથી મોરબી જિલ્લાના શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાની આ સન્માન માટે પસંદગી થતા તેમણે શાળા અને મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે . વિજયભાઈએ શિક્ષણના અનેક ક્ષેત્રમાં અનેકવિધ કામગીરી કરી છે. બાળકોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવે છે. તેમણે કરેલી 900 જેટલી પ્રવૃતિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે કરેલી પ્રસંશનીય કામગીરીના ફળ સ્વરૂપે આ એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. અગાઉ પણ તેઓ 5 એવોર્ડ અને 18 સન્માન મેળવી ચૂક્યા છે.આ એવોર્ડ તેમને
27 /4/ 2023 ના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ટીમ મંથન ગુજરાત દ્વારા અર્પણ કરવામાં આવશે. આ તકે પસંદગી થતાં વિજયભાઈએ ટીમ મંથન ગુજરાતના શ્રીશૈલેષભાઈ પ્રજાપતિ, અનિલભાઈ શ્રીમાળી અને સતીષભાઈ પ્રજાપતિ તેમની અને સમગ્ર ટીમ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here