મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર (વિકલાંગ) વૃધ્ધ મહિલાની મદદે આવી તાલુકા પોલીસે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી માનવતા મહેકાવી હતી

મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર (વિકલાંગ) વૃધ્ધ મહિલાની મદદે આવી તાલુકા પોલીસે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી માનવતા મહેકાવી હતી

પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓએ સિનિયર સિટીઝન ની રૂબરૂ મુલાકાત લઇ, સાયબર ક્રાઇમની જાગૃતતા તથા સિનિયર સિટીઝનોના પ્રશ્નોના ઉકેલ લાવવા અભિયાનનું આયોજન કરેલ હોયજે અભિયાન અનુસંધાને નાયબપોલીસઅધિક્ષકશ્રીપી.એસ.ગીસ્વામી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા સાહેબ તથા મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટરની કે.એ વાળા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સી ટીમના પો.સ.ઇ શ્રી બી.એમ.બગડા તથા એ.એસ.આઇ. શ્રી નેહલબેન જે.ખડીયા તથા પો.કોન્સ લક્ષ્મણભાઇ પરબતભાઇ ચાવડા તથા પો.કોન્સ અક્ષયરાજર્સિ હરવિંદસિંહ રાણા તથા વુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા એમ બધા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત કરી તેમના પ્રશ્નોના નિકાલ કરવા સારૂ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન લીલાપર ગામે સિનીયર સિટીઝન ગૌરીબેન વા/ઓ બીજલભાઇ આંદ્રેસા જાતે-કોળી ઉ.વ-૬૦ રહે.લીલાપર ગામ તા.જી.મોરબી વાળાને ત્યા જઇ તેઓની રૂબરૂ મુલાકાત કરતા મજકુર વૃધ્ધ મહિલા વિધવા જીવન વિતાવતા હોય અને વિકલાંગ હોય અને પોતે શરિરના દુખાવાની બીમારીથી પીડાતા હોય જેથી શરિરથી અશક્ત વૃધ્ધમહીલાને નજીકના દવાખાને સારવાર માટે લઇ જઇ વૃધ્ધમહિલાને સારવાર અપાવી તેના રહેણાક મકાને પરત મુકી આવી. માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે .

આ માનવતાની કામગીરીમા પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ શ્રી બી.એમ.બગડા તથા એ.એસ.આઇ નેહલબેન જે.ખડીયા તથા પોલીસ કોન્ટેબલ લક્ષ્મણભાઇ પરબતભાઇ ચાવડા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા વુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા રાજેશ્રીબેન ભરતભાઇ વાઘેલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here