
મોરબી વીસીપરામા રહેતા અનવર ઈબ્રાહિમભાઈ ભટ્ટીના સહેઝાદા આતીફે નાની ઉમરે રોઝુ રાખી ખુદાની બંદગી કરી

હાલમા પવિત્ર રમજાન માસની શરૂઆતથી જ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનની મોસમમા વહેલી સવારે ઉઠીને સર્ગિ કરી રોઝુ રાખીને ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહીને નમાઝ તેમજ કુર્આનેપાકની તિલાવત કરી પરવરદીગારની ઈબાદત કરી પાક અને પવિત્ર રમજાન મહિનામા ખુદા પરવરદિગારને રાજી કરવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે સુન્ની મુસ્લીમ સમાજના નાના ભુલકાઓ પણ અલ્લાહપાકની બંદગી કરવામા પીછેહટ નથી કરતા હમેશા અગ્રેસર હોય છે ત્યારે મોરબી વીસીપરા કુલીનગરમા રહેતા અનવર ઈબ્રાહિમભાઈ ભટ્ટીના સહેઝાદા આતીફે એ ધોમધખતા તાપમા રમઝાનના પવિત્ર માસમા રોઝુ રાખી ખુદાની ઈબાદત બંદગી કરી હતી જેથી ભટ્ટી મિંયાણા પરીવારે બાળ રોજદારે નાની ઉમરે રોઝુ પુરુ કરી અલ્લાહપાક પરવરદિગારની ઈબાદત કરી હોવાથી ભટ્ટી પરીવારે દુવાઓ સાથે અભીનંદન પાઠવી ચાગલા માશુમ શહેઝાદા આતીફને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત કરવા સમગ્ર મુસ્લીમ મિંયાણા ભટ્ટી પરીવારે દુવા સાથે શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવ્યા























