
મોરબીના ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમા ખૂન કરી દાટેલા મૃતદેહને જનાવરોએ ફાડી ખાધી છતા લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના આરોપીને આરોપીને એલ.સી.બી.ટીમે દબોચી લીધો..જુઓ ડીવાયએસપી ઝાલા સાથે ઈન્ટરવ્યુ
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના વાધગઢની સીમમાતા.૧૯/૦૪/૨૦૨૩ ગઇ તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ સવારના કલાક ૦૮/૦૦ વાગ્યાની આસપાસ વોકળા કાંઠેથી એક વણઓળખાયેલ અર્ધ દાટેલ અને જનાવર ખાઇ ગયેલ હાલતનો મૃત દેહ મળી આવેલાની જાહેરાત ટંકારા પો.સ્ટે. ખાતે આવતા જેની જાણ મોરબી એલ.સી.બી.ને થતાં મોરબી એલ.સી.બી. સ્ટાફના માણસો સદરહુ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવવા ચક્રો ગતીમાન કરેલ હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ દ્વારા સદરહુ મળી આવેલ માનવ મૃતદેહ હિરાભાઈ વેસ્તાભાઈ ડાવર રહે- હાલ વાઘગઢ ગામનીસીમ રાજેશભાઈ નથુભાઈ રાણીપાની વાડીમાં તાટકારા જી. મોરબી મુળ રહે, દેવલા ગામ તા-મનાવર જી ધાર મધ્યપ્રદેશ વાળાની ઓળખ મેળવી મરણ જનારને કોઇ તિક્ષ્ણ હથિયાર બોથળ પદાર્થના ધા શરીરે મારી મારી નાખી તેની લાશને નિર્જન જગ્યાએ દાટી દિધેલ હોય જે લાશનું પી.એમ કરાવવાની તથા આરોપીની શોધખોળ બાબતે અલગ અલગ ટીમો બનાવી સઘન અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરેલ તેમજ ટંકારા પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.ને ૦૨૯૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧ મુજબનો ગુનો તા.૧૮/૦૪/૨૦૨૩ નારોજ રજી. ફરીયાદી શ્રી રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે-પટેલ ઉ.વ.૫૦ રહે- વાધગઢ તા-ટકારા જિ મોરબી વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ રજી. કરાવેલ જે ગુનાની તપાસ ટકારા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એચ.આર હેરમા નાઓ ચાલવેલ છે
આ કામે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા બાબતે શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના મોરબી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પી.એસ.ગોસ્વામી તથા શ્રી પી.એ ઝાલા નાયબ પોલીસ અધિક્ષકશ્રીમોરબી વિભાગ, મોરબીનાઓને સૂચના આપતા ઉપરી અધિકારીશ્રીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઢોલ તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન એચ ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધર્યા હતા તે દરમ્યાન મરણ જનારના દિકરા આરોપી પપ્પુ હિરાભાઈ ડાવા જાતે અનુજનજાતી ઉ.વ.૨૫ ધંધો. ખેતમજુરી રહે હાલ રાજેશભાઈ રાણીપા ની વાડી વાઘગઢ ગામ તા ટકારા જી મોરબી મુળ રહે દેવલા તા મનાવાર જી ધાર એમ.પી વાળાને તેના પિતા સાથે બોલાચાલી થતાં આરોપીએ તેના પિતાનું ખૂન કરી લાશ વોકળાના કાંઠે દાટી દિધેલ હોય જેની સઘન પુછપરછ મોરબી એલ.સી.બી. દ્વારા કરતા પુછપરછ દરમ્યાન મજકુરે ગુનાની કબૂલાત આપતા તેને હસ્તગત કરી એલ.સી.બી. મોરબી દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપતા તા. ૧૮/૦૪/૨૦૨૩ ના કલાક ૧૮/૦૦ વાગ્યે અટક કરેલ છે. ટંકારા પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં એલ.સી.બી. મોરબીને સફળતા મળી હતી આ ગુન્હાના આરોપીને શોધવાની કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન.એચ ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી