
સુરેન્દ્રનગરમા પરશુરામ જન્મોત્સવ વિશાળ શોભાયાત્રાનુ મુસ્લીમ સમાજ દ્રારા ભવ્ય સ્વાગત કરી હિંન્દુ મુસ્લીમ એકતાનો સંદેશ પાઠવ્યો
સુરેન્દ્રનગરમા ખુશી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અકબરભાઈ કટીયા સહિત મુસ્લીમ બીરાદરોએ ભગવાન શ્રીપરશુરામની શોભાયાત્રાનુ સ્વાગત કર્યુ તો સવારે રમજાન ઈદમા હિંન્દુ ભાઈઓ દ્રારા ઈદ મુબારકની શુભકામનાઓ પાઠવી એકતાનુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ
સનાતનિય હિન્દુ બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ય શુદ્ર તમામ નાં રક્ષણહાર એવા અવનીપર અજરઅમર વિહાર કરતા ભૂમિ પરના દેવ તથા મહાદેવનાં છઠ્ઠા અવતાર એવા *ભગવાન શ્રી પરશુરામ* ના જન્મ મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા સુરેન્દ્રનગર ના વિવિધ વિસ્તારોમાં નીકળેલ હતી જે પ્રસંગે મુસ્લિમ સમાજના બહળી સંખ્યામા આગેવાન અને જાણીતા સમાજ સેવક ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી પ્રમુખશ્રીઅકબરભાઈ કટિયા મહેબૂબભાઈ ઝરગેલા હનીફભાઈ કટિયા સલીમભાઈ કટિયા મુસ્તાકભાઈ જામ.. જહાંગીરભાઈ ચૌહાણ દ્વારાં ભવ્ય શોભાયાત્રા નું સન્માન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આજરોજ મુસ્લિમ સમાજ ના બિરદાર ભાઈઓ નો પણ ઈદ નો પવિત્ર તહેવાર હોઈ મુસ્લિમ સમાજ ના ભાઈઓ એ ભગવાન પરશુરામ ના દર્શનકરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને હિન્દુ ભાઈઓ પણ ઈદ મુબારક ની શુભકામના પાઠવેલ હિન્દુ મુસ્લિમ એકતા નું અદભુત વાતાવરણ સર્જાયેલ આ તકે અન્ય હિન્દુ સમાજ ના હાર્દીકભાઈ ગાંધી રવિભાઈ જાની ધર્મેશભાઈ શુક્લા પણ સાથે જોડાયેલ હતા