
સુબ્હાન અલ્લાહ.. માળીયા મિંયાણા શહેરમા રહેતા યુસુબઅલી ઢેબરની નવાસી હાલે કોસંબા સુરત રહેતી બતુલઝહેરા સરવરહુશેન રાજાણીએ ૩ વર્ષની નાની ઉમરે રમજાનમાસમા ૩ રોઝા રાખી ખુદાની બંદગી કરી
ઈબાદતના પવિત્ર રમજાન માસની શરૂઆતથી જ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનની મોસમમા વહેલી સવારે ઉઠીને રમજાનના પવિત્ર માસમા રોઝુ રાખીને ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહીને નમાઝ તેમજ કુર્આનેપાકની તિલાવત કરી પરવરદીગારની ઈબાદત કરી પાક અને પવિત્ર રમજાન મહિનામા ખુદા પરવરદિગારને રાજી કરવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે સુન્ની મુસ્લીમ સમાજના નાના ભુલકાઓ પણ અલ્લાહપાકની બંદગી કરવામા પીછેહટ નથી કરતા હમેશા અગ્રેસર હોય છે ત્યારે માળીયા મિંયાણામા રહેતાયુસુફઅલી ઢેબરની નવાસી જે હાલે કોસંબા સુરત રહેતી બતુલઝહેરા સરવર હુશેન રાજાણીએ ત્રણ વર્ષની નાની ઉમરે ગરમી અને ધોમધખતા તાપમા રમઝાનના પવિત્ર માસમા ત્રણ રોઝા રાખી ખુદાની ઈબાદત બંદગી કરી હતી જેથી ઢેબર પરીવાર અને રાજાણી પરીવારે બાળ રોજદારે ત્રણ વર્ષની નાની ઉમરે ત્રણ રોઝા રાખીને અલ્લાહપાક પરવરદિગારની ઈબાદત કરી હોવાથી ઢેબર અને રાજાણી પરીવારે દુવા ઓ સાથે અભીનંદન પાઠવી ચાગલી માશુમ શહેઝાદી બતુલઝહેરાને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત કરવા સમગ્ર રાજાણી અને ઢેબર પરીવારે દુવા સાથે શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવ્યા