
મોરબીના રફાળેશ્વરમાં થયેલ એટ્રોસીટી- તેમજ ૩૦૭ મુજબખુની હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વરમાં થયેલ એટ્રોસીટી અને આઈપીસી કલમ ૩૦૭ મુજબના ખુની હુમલાનાબનાવમાંઆરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ હતી કે, ફરીયાદીના મીત્ર સાથે રફાડેશ્વરના યતીશભાઈ સાથે અગાઉ છએક દીવસ પહેલા બોલાચાલી તથા ઝઘડો થયેલ તેનુ સમાધાન કરવા માટે ફરીયાદી તથા સાહેદો જતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી હથીયારો-પથ્થરો તથા છરી વડે ઈજા કરેલ હોય અને ફરીયાદીને ગાળો બોલી જ્ઞાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય.જેથી પ્રકાશભાઈ ભગવાનજીભાઈ તથા ગજેન્દ્રભાઈ રમેશભાઈની ધરપકડ થયેલ તેઓએ મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત સાવનભાઈ મોધરીયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા જામીન અરજી કરી હતી
આરોપી તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમા યુવા ધારાશાસ્ત્રી સાવનભાઈ દ્રારા દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે.આરોપી કુટુંબ કબીલાવાળા માણસો છે.આરોપી વિરુદધ રાગદ્વેષ રાખી આ ફરીયાદમાં ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે.આરોપીઓએ આ કામના ફરીયાદીને માર મારેલ હોય કે જાતી પ્રત્યે અપમાનીત કરેલ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ નથી.આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી.આરોપીને પ્રી-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે.તેમજ સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને જામીન ઉપર મુકત કરવા દલીલો કરેલ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ છે.આરોપી તરફે સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, ગુજરાત હાઈકોર્ટના યુવાન એડવોકેટ સાવનભાઈ મોઘરીયા રોકાયેલ હતા