
કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમા પત્રકાર અને આરટીઆઈ એકટીવેટ સામે લુખ્ખી દાદાગીરી કરનાર એ.એસ.આઈની ટ્રાફિક શાખામા બદલી
પત્રકાર મહેશ રાજગોર સાથે તુ તુ મૈ મૈ કરી ધરની ધોરાજી ચલાવી લુખ્ખી દાદાગીરી કરવાનો વીડીયો થયો હતો વાઈરલ
કચ્છના અંજાર પોલીસ મથકમા ફરજ બજાવતા એ.એસ.આઈ કીશોરભાઈ રામચંદ્ર દ્રારા વાંઢીયા રહેતા રિપબ્લિક ઈંન્ડીયા ટુડે વેબ પોર્ટલના મેન્ટોર મહેશભાઈ રાજગોરે કરેલી આરટીઆઈ પોલીસ મથકમાથી ગુમ થઈ જતા નીવેદન લખાવા ગયા હતા ત્યારે અગાઉ અંજાર પોલીસ મથકનો ઓડીયો વાઈરલ કર્યા હોવાનો ખાર રાખી પોલીસ મથકમા ફરજ બજાવતા એ.એસ.આઈ એ પત્રકાર અને આરટીઆઈ એકટીવેટ મહેશભાઈ રાજગોર સાથે વીડીયો રેકોડીંગ બાબતે તુ તુ મૈ મૈ કરી લુખ્ખી દાદાગીરી કરી અને અભદ્ર વર્તન કર્યુ હતુ જેનો વીડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયો હતો ત્યારે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષકે અંજાર પોલીસ મથકમા ફરજ બજાવતા એ.એસ.આઈ કીશોરભાઈની સીટી ટ્રાફિક શાખામા બદલી કરી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળી રહયુ છે