
સુરેન્દ્રનગરમાં રાહદારી મહિલા ને તડકો લાગતા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ માનવતા મહેકાવી!!
આરીફ દિવાન દ્વારા: સમગ્ર રાજ્યમાં માવઠા ના માઠા સમાચાર હળવા પડયા ની સાથે મોસમ નો મિજાજ આક્રમણ તેજ રફતારમાં પકડ કરી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનની ડીગ્રી તેજ સૂર્યનું કિરણ માનવ ની ચામડી ચીરી નાખે તેવું અગન જ્વાલા ઓકી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આવેલા સુધારા પ્લોટ સર્કિટ હાઉસ વિસ્તારમાં તડકામાં પોતાના પશુ માટે ચરો લઈને ઘર તરફ રાહદારી મહિલા નીકળેલ જે સમય દરમિયાન તડકો સહેન ના થતાં તેજ તડકો લાગવાથી એકાએક ઢળી પડે તેવી પરિસ્થિતિમાં મહિલાને તેજ તડકો લાગતા ચક્કર આવી ગયા હતા ત્યારે માથા પર રહેલો પશુનો ચરો એકા એક પડી જતા ખુશી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ પશુ-પક્ષી માનવની ચહેરા પર ખુશી લાવવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે આ ઘટના સ્થળે સંસ્થાના પ્રમુખ અકબરભાઈ કટિયા હાજર રહેતા તે મહિલા ને ઠંડા પાણી આપી વ્યવસ્થિત ચક્કર હળવા થતાં પોતાના હાથે ચરો એ બેનના માથા પર મૂકી માનવતાની મહેક પૂરી પાડે છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે