
શિનોર તાલુકાના પુનિયાદ ગામની પટેલ પરીવારની દીકરી દિપાલી ઉર્ફે સ્વીટી પટેલે ડંકો વગાડી સમાજનુ નામ રોશન કર્યુ
શિનોર તાલુકાના પુનિયાદના વતની અને હાલ યુ.એસ.એ. જગદીશભાઈ પુંજાભાઈ શંકરભાઈ પટેલની દીકરી દિપાલી પટેલ ઉર્ફે સ્વીટી એ, યુનિવર્સિટી ઓફ ટેનેસી ( યુએસએ ) ખાતેથી ફાર્મસીમાં ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે તદુપરાંત મેમફીસ યુનિવર્સિટીમાંથી M.B.A.ની ડિગ્રી છ વર્ષની સખત મહેનત પછી પ્રાપ્ત કરેલ છે. તેઓની આ સિદ્ધિ માટે તેમની માતા કલ્પનાબેન તથા હર્ષદ પટેલ મેમફીસ અને તેમની દીકરી નિક્કી દ્વારા દિપાલીને નૈતિક સમર્થન તથા માર્ગદર્શન આપેલ હતું. શિનોર તાલુકાના નાનકડા પુનિયાદ ગામની દીકરીએ અમેરિકામાં ડંકો વગાડતા બાર ગામ પાટીદાર સમાજ તથા પુનિયાદ ગામનું ગૌરવ વધારેલ છે. સમાજના અગ્રણીઓ દ્વારા તેઓ હજુ વધુને વધુ ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરેલ છે…
દિપાલી ઉર્ફે સ્વીટી જગદીશ પુંજાભાઈ પટેલને સમાજના અગ્રણીઓ તેમજ પરીવારજનોએ ખુબ ખુબ અભિનંદન સાથે વધુને વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી