
માળીયા મિંયાણા- ગોપાલ ઠાકોર દ્રારા
માળીયા પંથકમાં ઉનાળો આકારા પાણીએ ૪૩° તાપમાં બગસરાના તળાવના કાંઠે તરસ છીપાવવા આવતા ઉંટ
માળીયામિંયાણા પંથકમાં ઉનાળો આકરા પાણીએ ૪૩° ડિગ્રી તાપમાનમાં લોકો સાથે પશુ પંખીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સુર્યદેવના પ્રકોપથી આકાશેથી આગ વરસાવતા આકરા તાપથી જનજીવન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યુ હોય જેવા આકરા તાપથી લોકો તૌબા પોકારી ગયા છે ત્યારે બગસરા ગામે તળાવના કાંઠે અવેડામાં પાણી પીવા ઉંટોનુ ઝુંડ કાળઝાળ તાપ વરસતી લુ નો સામનો કરી દુરથી તરસ છીપાવવા આવે છે આમ તો ઉંટ પાણીનો સંગ્રહ કરતુ પશુ કહેવાય પરંતુ આગ દઝાડતી ગરમી ૪૩ ડિગ્રી તાપમાનમાં રણનો રાજા કહેવાતુ વાહન ઉંટ પણ ૪૩ ડિગ્રી જેવા આકરા તાપમાં હાંફી જતા બગસરા ગામના તળાવના કાંઠે અવેડામાં પાણી પીને પોતાનુ કાળજુ ટાઢુ કરી તરસ છીપાવતા ઉંટોનુ ઝુંડ નજરે પડે છે