
અરજદાર પત્નીને દર મહિને રૂપિયા 13000 ચૂકવવાનો હુકમ કરતી રાજકોટ ફેમિલી કોર્ટ.
રાજકોટમાં પોતાના માવતરે રહેતી મહિલાને પોતાના પતિ શારીરિક માનસિક ત્રાસ આપતા હોય જેથી મહિલા તેના બાળકો સાથે પોતાના માતા પિતા સાથે રહેતા હોય મહિલા એ પોતાના વકીલ શ્રી મારફત ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની કલમ 125 મુજબ રાજકોટ ફેમીલી કોર્ટમાં પોતાનું અને તેમના બાળકોના ભરણપોષણ માટે અરજી કરેલ હતી
આ કામે અરજદાર મહિલાના વકીલ શ્રી એ સર્વોચ્ચ અદાલત ના ચુકાદાઓ,વિશેષ પુરાવા ઓ, ધારદાર દલીલો કરી હતી જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી, અરજદારના પતિ ભાવેશભાઈ ચતુરભાઈ પટેલ ને દર મહિને રૂપિયા 13000 ભરણ પોષણ પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો.
આ કામે અરજદાર મહિલા ના વકીલ તરીકે વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટના
વકીલ શ્રી ઓ, સી.એસ. વિઠ્ઠલાપરા સાગર સરવૈયા, વિજય વણઝારા, કિરીટ ગોહિલ,લવજી ભજગોતર, ભાવેશ જેઠવા, સંજય ચાવડા,કિશન ભીમાણી, જેડી બથવાર, આર કે દેત્રોજા,પીબી જેઠવા, એન કે ચુડાસમા,
રોકાયેલ હતા….