
સાંતલપુરથી રણના માર્ગે ધાંગ્રધા આવી રહેલ દંપતી બાળકી સાથે રણમાં ભુલુ પડ્યુ સમયસર સંપર્ક થતા કુડા ગામના સામાજિક કાર્યકરો દ્વારા જીવ બચાવી સારવાર આપી માનવતા મહેકાવી
પાટણ જિલ્લાના સાંતલપુરના રાજુસરા ગામના રાજા હકીમભાઈ હાજીભાઈ પોતાની માસુમ દિકરી સહીત પરીવાર સાથે બાઈક લઈને ધાંગ્રધા આવવા માટે નીકળ્યા હતા પરંતુ પરીવાર કુડા નજીક ધોમધખતા તાપમાં ભુલુ પડતા દંપતિ હિંમત હાર્યુ હતુ જેની જાણ કુડા ગામના સામાજિક કાર્યકરોને થતા તેઓનો સંપર્ક કરવા ફોન લગાડ્યા હતા પરંતુ રણમાં નેટવર્ક કવરેજ ન હોવાથી દંપતિનો સંપર્ક ન થયો હતો જોકે કુડા ગામના લોકોએ બોલેરો ગાડી લઈને સર્ચ ઓપરેશન હાથ ધરી દંપતિને તેમની માસુમ બાળકી સાથે રણમાંથી શોધી લઈને ૪૪ ડિગ્રી તાપમાન વચ્ચે મદદે પહોચ્યા હતા રણમાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ દંપતિને કુડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી સારવાર અપાઈ હતી જાણવા મળતી વિગત મુજબ સાંતલપુરથી રણના માર્ગે ધાંગ્રધા આવવા માટે બાઈક લઈને નીકળેલા દંપતિને ૪૪ ડિગ્રી ધોમધખતા તાપ વચ્ચે રણમાં ફસાયું હતુ તેઓનુ બાઈક કીચડમાં ફસાતા પગપાળા જવા રવાના થયા હતા જોકે તેમની સાથે રહેલ પાણી ખલ્લાસ થઈ જતા હિંમત હાર્યા હતા અને તેઓના સગાવ્હાલાઓને ફોન કર્યા હતા ત્યારબાદ નેટવર્ક કવરેજ ન હોવાથી તેઓ સંપર્કવિહોણા બની જતા આની જાણ કુડા ગામના સામાજિક કાર્યકરોને થતા ગાડી લઈને ધોમધખતા તાપમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ ખાસી જહેમત બાદ દંપતિ મળી આવતા પ્રાથમીક પાણી સહીતની સારવાર આપી કુડા ગામે ખસેડ્યા હતા જ્યાં તેઓને આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી હતી